ધવલ ગોકાણી, અમદાવાદઃ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) એ મહિલા ક્રિકેટના સારા ભવિષ્ય માટે આ વર્ષથી વુમન પ્રીમિયર લીગ (WPL) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 4 માર્ચથી મહિલા પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે. પ્રથમ સીઝનમાં કુલ પાંચ ટીમો વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. મહિલા પ્રીમિયર લીગમાં અમદાવાદની પણ ટીમ છે. આ ટીમને અદાણી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી છે. મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન માટે 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં હરાજી યોજાવાની છે. આ હરાજીમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય કુલ 409 મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ ક્રિકેટ એસોસિએશનની કુલ 16 મહિલા ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ
બીસીસીઆઈ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ વખતે ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો ઉતરવાની છે. જેમાં અમદાવાદની ટીમનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ ટીમનું નામ ગુજરાત જાયન્ટ્સ રાખવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ઓવનરે મુંબઈની ટીમ ખરીદી છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓવનરોએ બેંગલુરૂ બેસ્ડ ટીમ ખરીદી છે. જેએસડબ્લ્યૂ ગ્રુપે દિલ્હી બેસ્ડ ટીમ ખરીદી છે. કાપરી ગ્લોબલ હોલ્ડિંગ્સ દ્વારા લખનઉની ટીમ ખરીદવામાં આવી છે. 


આ પણ વાંચોઃ પહેલી ટેસ્ટ મેચમાં આ 2 ધૂરંધર ખેલાડી નહીં રમે? કેપ્ટન રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો


4 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે મહિલા પ્રીમિયર લીગની શરૂઆત 4 માર્ચથી થવાની છે. આ ટૂર્નામેન્ટ 22 માર્ચ સુધી ચાલશે. ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈમાં રમાશે. દરેક ટીમો લીગ રાઉન્ડમાં અન્ય ટીમ સામે બે-બે મુકાબલા રમશે. પ્રાપ્ત માહિતી અનુસાર પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમને સીધી ફાઇનલમાં એન્ટ્રી મળશે, જ્યારે બીજા-ત્રીજા સ્થાને રહેનારી ટીમ વચ્ચે નોકઆઉટ મેચ રમાશે. આ મેચની વિજેતા ટીમને ફાઇનલમાં એન્ટ્રી મળશે. 


દરેક ટીમ ખેલાડીઓ ખરીદવા પર 12 કરોડ ખર્ચ કરશે
મહિલા પ્રીમિયર લીગના નિયમ પ્રમાણે બીસીસીઆઈએ દરેક ફ્રેન્ચાઇઝીને ટીમમાં ખેલાડીઓને ખરીદવા માટે 12 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે. એટલે કે દરેક ફ્રેન્ચાઇઝએ 12 કરોડ રૂપિયાની અંદર પોતાની ટીમ પૂરી કરવી પડશે. દરેક ટીમમાં ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓને સામેલ કરી શકાશે. પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓ (જેમાં એક એસોસિએટ દેશની ખેલાડી) ને સામેલ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ કેરળ બ્લાસ્ટર્સ સામે હાર્યા બાદ ચેન્નઈયિનના કોચે આપ્યું મોટું નિવેદન


ઓક્શન માટે 409 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
પ્રથમવાર આયોજીત થનાર મહિલા પ્રીમિયર લીગની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાવાની છે. જેમાં ભારતની 246 અને વિદેશની 163 મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કુલ 24 મહિલા ખેલાડી 50 લાખની બેઝપ્રાઇઝમાં સામેલ છે. આ સૌથી મોટી બેઝ પ્રાઇઝ છે. જેમાં 10 ભારતીય મહિલા ખેલાડી અને 14 વિદેશી મહિલા ખેલાડી સામેલ છે. આ હરાજી માટે ગુજરાતની 16 મહિલા ખેલાડીઓએ નામ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 4, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની 2 અને બરોડા ક્રિકેટ એસોસિએશનની 10 મહિલાઓનો સમાવેશ થાય છે. 


50 લાખ બેઝપ્રાઇઝવાળી ખેલાડીઓ
જે મહિલા ખેલાડીઓએ 50 લાખ બેઝપ્રાઇઝમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ સામેલ છે. તો ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લેનિંગ, એલિસા હીલી, જેસ જોનાસન અને ડાર્સી બ્રાઉનનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડની સોફીૂ એકલસ્ટોન, નેટ સિવર, ડેનિયલ વાઈટ, કેથરિન બ્રંટ, ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇન, આફ્રિકાની સિનાલો જાફ્ટા, વેસ્ટ ઈન્ડિઝની ડોએન્ડ્રા ડોટિન અને ઝિમ્બાબ્વેની લોર્યાન ફીરી સામેલ છે. 


ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ચાર મહિલા ખેલાડી ઓક્શનમાં સામેલ
શિખા પાંડે- બેઝ પ્રાઇઝ- 40 લાખ (કેપ્ડ)
સંજૂલા નાયક- બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
મિતાલી ગવાંડકર - બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
તાન્યા નાયક બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)


આ પણ વાંચોઃ બે દેશ તરફથી સદી ફટકારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બન્યો આ ખેલાડી!


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની બે ખેલાડી
જયશ્રી જાડેજા - બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
નેહા ચાવડા બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)


બરોડા ક્રિકેટ એસોસિએશનની ચાર મહિલા ખેલાડી ઓક્શનમાં સામેલ
યાસ્તિકા ભાટિયા - બેઝ પ્રાઇઝ- 40 લાખ (કેપ્ડ)
રાધા યાદવ - બેઝ પ્રાઇઝ- 40 લાખ (કેપ્ડ)
નિશત ચંગીવાલા  - બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
જયા મોહિતે  - બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
કેષા પટેલ  - બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
પલક પટેલ- બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
તારાન્નુમ પઠાણ- બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
જાનકી રાઠોડ-  બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
તનવીર શૈખ-  બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)
નેન્સી પટેલ-  બેઝ પ્રાઇઝ- 10 લાખ (અનકેપ્ડ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube