નવી દિલ્હીઃ 25 જૂન 1983ના આજના દિવસે લોર્ડ્સના મેદાન પર ભારતે વિશ્વકપ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી પ્રથમવાર ક્રિકેટ વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતે ફાઇનલમાં દિગ્ગજ વેસ્ટ ઈન્ડિઝ ટીમને 43 રને પરાજય આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતે ઘણા યુવા ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ ફેન્સના દિલમાં પણ એક ખાસ જગ્યા બનાવી છે. ભારતને વિશ્વકપમાં ચેમ્પિયન બનતું જોઈ ઘણા યુવાનોએ ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું અને ઘણાને તેમાં સફળતા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને પ્રથમવાર વિશ્વ વિજેતા બનતા દિગ્ગજ સચિન તેંડુલકરે પણ જોઈ હતી. પરંતુ તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. સચિને 6 વર્ષ બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવી પોતાના સપનાને સાકાર કર્યું, ત્યારબાદ તે વિશ્વનો સૌથી દિગ્ગજ ક્રિકેટર બન્યો હતો. 


ભારત પ્રથમવાર વિશ્વ વિજેતા બન્યું હતું તેના આજે 39 વર્ષ પૂરા થઈ ગયા છે. આ તકે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે વિશ્વકપ જીતને પોતાના જીવનનો મહત્વનો ભાગ ગણાવ્યો છે. 


સચિને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યુ- જિંદગીમાં કેટલીક ક્ષણ તમને પ્રેરિત કરે છે અને સપના જોવા માટે આશા આપે છે. આજના દિવસે 1983માં આપણે પ્રથમવાર વિશ્વકપ જીત્યો હતો. હું ત્યારે જાણી ગયો હતો કે હું પણ શું કરવા ઈચ્છુ છું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube