નવી દિલ્હીઃ સેના જ તેનો પ્રથમ પ્રેમ હતો પરંતુ ભાગ્યએ ગૌતમ ગંભીરને ક્રિકેટ બનાવી દીધો. સફળ ક્રિકેટ બન્યા છતાં ગૌતમને પોતાના પ્રથમ પ્રેમ પ્રત્યે લગાવ ઓછો થયો નથી અને આ પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, શહીદોના બાળકોને મદદ કરનારા એક ફાઉન્ડેશનના માધ્યમથી તેણે પોતાનો પ્રેમને જીવંત રાખ્યો છે. ભારતને 2 વિશ્વકપ (2007માં વર્લ્ડ ટી20 અને 2011માં વનડે વિશ્વક) અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગંભીરે એક પુસ્તકના વિમોચન દરમિયાન સેના પ્રત્યે પોતાને જનૂનને લઈને વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીરે કહ્યું, ભાગ્યને તે મંજૂર ન હતું અને જો હું 12માં અભ્યાસ કરતા રણજી ટ્રોફીમાં ન રમ્યો હોત તો ખરેખર હું એનડીએમાં ગયો હોય કારણ કે તે મારો પ્રથમ પ્રેમ હતો અને હજુ પણ છે. મને જિંદગીમાં એક દુખ છે કે હું સેનામાં ન ગયો. 


શેન વોર્ને ટીમ ઈન્ડિયાને આપી સલાહ, રિષભ પંત પાસે કરાવો આ કામ 


તેમણે કહ્યું, તેથી જ્યારે હું ક્રિકેટમાં આવ્યો તો મેં નિર્ણય કર્યો કે મારા પહેલા પ્રેમ પ્રત્યે કંઇ યોગદાન આપું. મેં આ ફાઉન્ડેશનની શરૂઆત કરી જે શહીદોના બાળકોનું ધ્યાન રાખે છે. ગંભીરે કહ્યું કે, આવનારા સમયમાં તે પોતાના ફાઉન્ડેશનનો વિસ્તાર કરશે. તેણે કહ્યું, અત્યારે અમે 50 બાળકોને પ્રાયોજીત કરી રહ્યાં છીએ. અમે આ સંખ્યા વધારીને 100 કરીશું.