નવી દિલ્હીઃ 2018મા કુલ મળીને 81 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ, જેમાં જીતની ટકાવારી પ્રમાણે સફળ ટીમ અફગાનિસ્તાન રહી અને સૌથી વધુ મેચ પાકિસ્તાને જીતી છે. ભારતે આ વર્ષે 19 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે 14 મેચ જીતી અને માત્ર ચાર મેચ ગુમાવી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. નેપાળે 2015 બાદ પ્રથમ વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, પરંતુ તેનું પરિણામ મેચ રદ્દ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે 2018ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચોની સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે શ્રીલંકામાં રમાયેલી ત્રિકોણીય નિદહાસ ટ્રોફીમાં ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ભારતે જૂનમાં આયર્લેન્ડને બે મેચોની સિરીઝમાં 2-0 અને જુલાઈમાં ઈંગ્લેન્ડને ત્રણ મેચોની સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. નવેમ્બરમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3 મેચોની સિરીઝમાં 3-0થી હરાવ્યું, તો ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી હતી. 


સફળતાની ટકાવારીના મામલામાં અફગાનિસ્તાન પ્રથમ સ્થાને રહી જેણે સાત મેચોમાં સાત મેચ જીતીને 100 ટકા જીતનો રેકોર્ડ બનાવ્યો છે. તો બીજા સ્થાને પાકિસ્તાનની ટીમ રહી, જેણે 19માંથી 17 મેચ (89.48 ટકા) જીતીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. 77.77 ટકા જીતની સાથે ભારતીય ટીમ આ મામલે ત્રીજા સ્થાન પર રહી છે. વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ (28.57 ટકા) અને ન્યૂઝીલેન્ડ (25 ટકા) માટે 2018 ખાસ રહ્યું નથી. 


આવો એક નજર કરીએ સફળતાની ટકાવારી પ્રમાણે 2018મા કઈ ટીમ ક્યા સ્થાને રહી. 


ટીમ મેચ જીત હાર ટાઈ જીત %


અફગાનિસ્તાન 7 7 0 0 100.00 %


પાકિસ્તાન 19 17 2 0 89.47 %


ભારત 19 14 4 0 77.77 % (એક મેચનું કોઈ પરિણામ નહીં)


આફ્રિકા 7 4 3 0 57.14 %


ઓસ્ટ્રેલિયા 19 10 8 0 55.55 % (એક મેચનું કોઈ પરિણામ નહીં)


શ્રીલંકા 8 4 4 0 50.00 %


નેધરેલન્ડ 5 2 2 0 50.00 % (એક મેચનું કોઈ પરિણામ નહીં)


ઈંગ્લેન્ડ 9 4 5 0 44.44 %


સ્કોટલેન્ડ 6 2 3 1 41.66 %


બાંગ્લાદેશ 16 5 11 0 31.25 %


વિન્ડીઝ 15 4 10 0 28.57 % (એક મેચનું કોઈ પરિણામ નહીં)


ન્યૂઝીલેન્ડ 13 3 9 0 25.00 % (એક મેચનું કોઈ પરિણામ નહીં)


આયર્લેન્ડ 8 1 6 1 18.75 %


યૂએઈ 1 0 1 0 0.00 %


આઈસીસી વિશ્વ XI 1 0 1 0 0.00 %


ઝિમ્બાબ્વે 8 0 8 0 0.00 %


નેપાળ 1 0 0 0 -- (એક મેચનું કોઈ પરિણામ નહીં)