ભારતીય પેસ એટેક માટે યાદ રાખશે વર્ષ 2018, ટોપ-10માં બોલરમાં આ 3 પેસર સામેલ
ભારતની આ 2018માં સાતમી જીત હશે. તેમાંથી પાંચ જીત વિદેશની ધરતી પર મળી છે. આ રીતે ભારતીય ટીમ આ વર્ષે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની જશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની સામે મેલબોર્ન ટેસ્ટમાં જીતની નજીક ઉભી છે. તેમને આ મેચ જીતવા માટે માત્ર 2 વિકેટ જોઇએ છે. જો વરસાદ ન થાય તો ભારતની જીત નક્કી છે. ભારતની આ 2018માં સાતમી જીત હશે. તેમાંથી પાંચ જીત વિદેશની ધરતી પર મળી છે. આ રીતે ભારતીય ટીમ આ વર્ષે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની જશે. ભારતની આ જીતના હીરો ફાસ્ટ બોલર કહી શકાય છે. ભારતીય ફાસ્ટ બોલરે આ વર્ષે 175થી વધારે વિકેટો ઝડપી પાડી છે. જેમાંથી 134 વિકેટ તો માત્ર ત્રણ ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્માએ ઝડપી છે.
વધુમાં વાંચો: બુમરાહ-શમી-ઈશાંતની ત્રિપુટીએ તોડ્યો વેસ્ટ ઈન્ડિઝનો 34 વર્ષ જૂનો રેકોર્ડ
વર્ષ 2018માં હવે માત્ર બે દિવસ બાકી છે અને તેમાંથી માત્ર એક દિવસ (રવિવાર, 30 ડિસેમ્બર) ટેસ્ટ મેચ રમાવામાં આવશે. ભારતીય ટીમ આ દિવસે ઓસ્ટ્રેલિયાની સામે મેલબોર્નમાં ઉતરશે. તેમણે જીત માટે માત્ર 2 વિકેટની જરૂર છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકાની સામે ઉતરશે. તઓ જીતથી માત્ર ચાર વિકેટ દૂર છે. એટલે કે હવે આ વર્ષે બોલરોનું પ્રદર્શનમાં ખુબ જ અંતર આવવાની શક્યતાઓ નથી. આવો વર્ષના 10 શ્રેષ્ઠ બોલરો પર એક નજર કરીએ...
વધુમાં વાંચો: દેશના ટોચના ગોલ્ફર જીવ મિલ્ખા સિંઘે અમદાવાદમાં યુવાનોને શિખવ્યા ગોલ્ફના પાઠ
કૈગિસો રબાડા સૌથી વધારે વિકેટ લેનાર બોલર
વર્ષ 2018માં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કૌગિસો રબાડાના નામે રહ્યો છે. તેણે 10 મેચમાં 52 વિકેટ ઝડપી પાડી છે. આ ઉપરાંત માત્ર દિલરૂવાન પરેરા જ આવો બોલર રહ્યો છે, જણે આ વર્ષે 50 વિકેટ લીધી છે. શ્રીલંકાના આ ખેલાડીએ 11 મેચમાં 50 લિકેટ લીધી છે.
2018માં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર
ખેલાડી | મેચ | વિકેટ | સરેરાશ | 5/10 વિકેટ |
કૈગિસો રબાડા (દ. આફ્રિકા) | 10 | 52 | 20.07 | 2/1 |
દિલરુવાન પરેરા (શ્રીલંકા) | 11 | 50 | 29.32 | 3/1 |
નાથન લાયન (ઓસ્ટ્રેલિયા) | 10 | 49 | 34.02 | 2/0 |
જસપ્રિત બુમરાહ (ભારત) | 9 | 47 | 48.20 | 3/0 |
મોહમ્મદ શામી (ભારત) | 12 | 47 | 26.97 | 2/0 |
પેટ કમિંસ (ઓસ્ટ્રેલિયા) | 8 | 44 | 19.97 | 2/0 |
જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ) | 12 | 43 | 22.51 | 1/0 |
તૈજુલ ઇસ્લામ (બાગ્લાદેશ) | 7 | 43 | 22.97 | 4/1 |
મેહદી હસન (બાંગ્લાદેશ) | 8 | 41 | 22.12 | 4/1 |
ઇશાંત શર્મા (ભારત) | 11 | 40 | 22.27 | 1/0 |
નાથન લાયન 49 વિકેટ લઇ ત્રીજા નંબર પર
ઓસ્ટ્રેલીયાના નાથન લાયને આ વર્ષે 10 મેચમાં 49 વિકેટ લીધી છે. તે 2018માં સૌથી વધાર વિકેટ લેનાર ખેલાડીઓમાં ત્રીજા સ્થાન પર છે. ભારતના જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી 47-47 વિકેટ લઇને સંયુક્ત રીતે ચોથા સ્થાન પર છે. આ બંનેની પાસે રવિવારે નાથ લાયનની બરાબરી પર આવવા માટે તક રહેશે.
વધુમાં વાંચો: કેચ પ્રેક્ટિસ દરમિયાન ફાટ્યું શોન પોલોકનું પેન્ટ, જુઓ વીડિયો
ઇશાંત શર્મા પણ ટોપ-10માં સામેલ
આ વર્ષે ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે ભારતના ત્રણ ફાસ્ટ બોલર સૌથી વધારે વિકેટ લેનાર ટોપ-10 ખેલાડીઓમાં સામેલ છે. જસપ્રીત બુમરાહ (47) અને મોહમ્મદ શામી (47) ટોપ-5માં સામેલ છે. જ્યારે ઇશાંત શર્મા 40 વિકેટ લઇને 10માં નબંર પર છે. ઉમેશ યાદવે આ વર્ષે 20, હાર્દીક પાંડ્યાએ 13 અને ભુવનેશ્વરે 10 વિકેટ લીધી છે. પાકિસ્તાનનો એક પણ બોલર ટોપ-10માં સામેલ નથી.
વધુમાં વાંચો: વિવ રિચર્ડસે ભારત સિવાય આ ટીમોને ગણાવી વર્લ્ડકપ-2019મા જીતની દાવેદાર
ટોપ-10માં 6 ફાસ્ટ બોલર અને 4 સ્પિનર
બોલરોના આ લિસ્ટ પર નજર કરીએ તો ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટોપ-10માં 6 ફાસ્ટ બોલર અને 4 સ્પિનર છે. આ છ ફાસ્ટ બોલરમાં ત્રણ ભારતીય અને એક-એક દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના પેસર સામેલ છે. ચાર સ્પિનરોમાં બે બાંગ્લાદેશ અને એક-એક ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના સ્પિનર છે.