નવી દિલ્હીઃ વર્ષ 2022મા યોજાનાર બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ માટે મહિલા ક્રિકેટ ટીમોની ક્વોલિફિકેશનની પ્રક્રિયાની બુધવારે જાહેરાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)એ તેની જાહેરાત કરી છે. 2022મા યોજાનાર બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સનું આયોજન 28 જુલાઈથી 8 ઓગ્સ સુધી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમવાર આમ હશે
રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટીમોને સામેલ કરવામાં આવશે. આ બીજી તક હશે જ્યારે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવશે. આ પહેલા 1998મા કુઆલાલંપુરમાં રમાયેલ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું. યજમાન ટીમના રૂપમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે સીધુ આ સ્પર્ધા માટે ક્વોલિફાઇ કરી લીધું છે, જ્યારે બાકી છ અન્ય ટીમો, તે ટીમો હશે જે એપ્રિલ 2021 બાદથી વિશ્વ ટી20 રેન્કિંગમાં ટોપ-8મા હશે અને તેને સીધો ટૂર્નામેન્ટમાં પ્રવેશ મળી જશે. 


16 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ, ECB અને PCBએ કરી જાહેરાત  


8 ટીમો લેશે ભાગ
કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 8 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે અને તેની બધી મેચ ઈંગ્લેન્ડના એઝબેસ્ટન મેદાન પર રમાશે. આ સિવાય બાકી એક સ્થાન માટે તે ટીમને પ્રવેશ આપવામાં આવશે, જે કોમનવેલ્થ ગેમ્સ ક્વોલિફાયરની વિજેતા હશે. તેના ફોર્મેટ અને વિસ્તૃત જાણકારીની જાહેરાત બાદમાં કરવામાં આવશે. ક્વોલિફાઈ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2022 છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર