World Cup 2023: ભારત-પાકથી લઈને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સુધી, અહીં જુઓ વર્લ્ડકપની દરેક 10 દેશોની સ્ક્વોડ
ICC 2023 ODI World Cup: 2023 વનડે વિશ્વકપ શરૂ થવામાં હવે એક સપ્તાહ કરતા ઓછો સમય બાકી છે. 5 ઓક્ટોબરે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટક્કર સાથે વિશ્વકપની શરૂઆત થઈ જશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.
ICC ODI World Cup All Teams Squad: 2023 વનડે વિશ્વકપ શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. આ ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે થશે અને 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ રમાશે. વિશ્વકપ 2023માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોએ વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે.
વિશ્વકપ-2023માં ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમ ભાગ લઈ રહી છે. હવે કોઈ ટીમે ફેરફાર કરવા માટે આઈસીસીની મંજૂરી લેવી પડશે.
2023 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ.
નેધરલેન્ડ ટીમઃ સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), મેક્સ ઓડોડ, બાસ ડી લીડે, વિક્રમ સિંહ, તેજા નિદામાનૂરૂ, પોલ વૈન મીકેરેન, કોલિન એકરમેન, સોલ્ફ વેન ડર મર્વ, લોગાન વેન બીક, આર્યન દત્ત, રયાન ક્લેન, વેસ્લે બર્રેસી, સાકિબ ઝુલ્ફિકાર, શારિઝ અહદમ, સાઇબ્રાન્ડ એંગલબેક્ટ.
અફઘાનિસ્તાન ટીમઃ હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, રિયાઝ હસન, રહમત શાહ, નઝીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, અઝમતુલ્લા ઉમરઝઈ, રાશિદ ખાન, મુઝીબ ઉર રહમાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, અબ્દુલ રહમાન, નવીન ઉલ હક.
ઓસ્ટ્રેલિયાની ટીમ- પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક .
બાંગ્લાદેશ ટીમ- શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન કુમાર દાસ, તનજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (વાઈસ-કેપ્ટન), તૌહીદ હૃદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, મેહદી હસન મિરાઝ, નસુમ અહેમદ, શાક મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, શોરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ.
ઈંગ્લેન્ડની ટીમ- જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેયરસ્ટો, સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.
ન્યૂઝીલેન્ડ ટીમ- કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિચ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ.
પાકિસ્તાન ટીમ- બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસ્માન મીર, હારિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી.
દક્ષિણ આફ્રિકાની ટીમ- ટેમ્બા બાવુમા (કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એન્ડીલે ફેહલુકવાયો, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, વાન ડર ડુસેન, લિઝાર્ડ વિલિયમ્સ.
શ્રીલંકાની ટીમ- દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), કુસલ પરેરા, પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુશાન હેમંથા, મહીશ તીક્ષ્ણા, દુનિથ વેલ્લાલાગે, કાસુન રજિથા, મથીશા પથિરાના, લાહિરૂ કુમારા, દિલશાન મદુશંકા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે