નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં 26-27 ઑક્ટોબર દરમિયાન પસાર થયેલા 24 કલાક અત્યંત નિર્ણાયક બની રહ્યા છે. 26 ઓક્ટોબર રાત્રે 10:40 વાગે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતની ટી-20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે 27 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:30 વાગે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે હારી ગઇ હતી. આ તેજ ટીમ ઇન્ડિયા છે, જેનું પસંદગીકર્તા આવતા વર્ષે થઇ રહેલા વર્લ્ડ કપની ટીમના રૂપમાં જોઇ રહ્યા હતા. એટલા માટે આ હારને માત્ર એક મેચની હારના રૂપમાં જોવી ન જોઇએ. આ હારથી વર્લ્ડ કપનો ટીમનો માર્ગ નીકળી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ પ્લેઇંગ-11ની સાથે રમીને પણ હારી ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમ પુણેમાં રમાઇ ચુકેલી મેચમાં તેમની સંભવિત સૌથી શ્રેષ્ઠ આક્રમણ સાથે ઉતરી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના બન્ને બેસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર અને બુમરાહ રમ્યા હતા. સ્પિન આક્રમણ બેસ્ટ રિસ્ટ સ્પિનરોં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે સંભાળ્યું હતું. ખલીલ અહમદ પણ વર્લ્ડ કપ સંભાવિતોમાં જોવા મળી રહ્યા છે. બેટિંગમાં ટોપ-3 રોહિત શર્મા, શિખર ધવન, અને વિરાટ કોહલીની પસંદગીથી લઈને ક્ષમતામાં ભાગ્યે જ કોઈના મનમાં શંકા થાય છે. ચોથા નંબર પર અંબાતી રાયડૂને ફીટ માનવમાં આવી રહ્યો છે. કોહલી તેની સતત પ્રસંશા કરી રહ્યો છે. છઠ્ઠા નંબર પર ધોનીને કેપ્તાન, ટીમ મેનેજમેન્ટથી લઇને પસંદગીકર્તા સુધીનું સમર્થન હાંસલ છે. એટલે કે, ટીમમાં માત્ર પાંચમાં નંબર (ઋષભ પંત)જ એવો છે, જેને પ્રથમ નજરમાં વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળતી દેખાઇ રહી નથી. કહી શકાય કે ટીમ ઇન્ડિયા તેમના સતત બેસ્ટ પ્લેઇંગ ઇલેવન થવા છતાં હારી છે.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...