ઝી મીડિયા/બ્યૂરો :ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) મીરાબાઈ ચાનૂએ આજે ઈતિહાસ રચ્યો છે. તેમણે વેઈટ લિફ્ટીંગ (Weightlifting) ની 49 કિલોગ્રામની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. સાથે જ ભારતનુ નામ રોશન કર્યું છે. મીરાબાઈ (Mirabai Chanu) ની બદલાયેલી કિસ્મત જોઈને તેમની માતાના હાથમાંથી આસું આવી ગયા હતા. તેમણે પોતાનો મેડલ દેશને સમર્પિત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીરાબાઈની સફર ચેલેન્જિંગ રહી હતી
મીરાબાઈ ચાનુ આજે સફળતાની ઊંચાઈ પર છે. પંરતુ તેમના માટે આ સફર સરળ રહી ન હતી. અહી સુધી પહોંચવા તેમને ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. તેમણે પોતાની જિંદગીમા ભારે તકલીફો ઉઠાવી છે. મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ મીરાબાઈએ આ સફળતા મેળવી છે. 


યોગ્ય ડાયટ માટે પણ રૂપિયા ન હતા
એક સમય એવો પણ હતો, જ્યા મીરાબાઈ ચાનુની પાસે પાસે યોગ્ય ડાયટ લેવા માટે પણ રૂપિયા ન હતા. તેમને વેઈટ લિફ્ટીંગની ટ્રેનિંગ શરૂ થઈ હતી, ત્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. આ કારણે તેઓ અનેકવાર યોગ્ય રીતે ભોજન લઈ શક્તા ન હતા. તેમણે પોતાની જિંદગીમાં અનેક તકલીફો ઉઠાવી છે.  તેમના ડાયટમાં રોજ ચિકન અને દૂધની જરૂર પડતી, પરંતુ તેમના માટે તે મેળવવુ મુશ્કેલ હતું.  


ટ્રેનિંગ માટે 50 કિમીની સફર ખેડતા
સિઓમ મીરાબાઈ ચાનુ મણિપુરના ઈમ્ફાલ ઈર્સ્ટની રહેવાસી છે. તેમના ગામમાં કોઈ ટ્રેનિંગ સેન્ટર ન હતું. તેઓ 50 થી 60 કિલોમીટર દૂર ટ્રેનિંગ મેળવવા માટે જતા હતા. મીરાબાઈ આ મુશ્કેલીઓની પાર કરીને બોક્સિંગ શીખ્યા હતા.  


ક્યારેક લાકડી ઉઠાવવા જતા હતા
મીરાબાઈ ચાનુ બાળપણમાં લાકડીઓ ઉઠાવવા જતા હતા. પરંતુ આજે તેઓ શાનથી ઓલિમ્પિક મેડલ ઉઠાવતા દેખાયા હતા. તેમણે 31 ઓગસ્ટ 2015 ના રોજ ઈન્ડિયન રેલવે જોઈન કરી હતી. તેઓ સિનિયર ટિકિટ કલેક્ટરના પદ પર કાર્યરત છે. તેમને પોતાના ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.