ઈશાન કિશનની તોફાની અડધી સદી, ભારત એનો દક્ષિણ આફ્રિકા એ સામે 2 વિકેટે વિજય
આ જીત સાથે ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એ ટીમ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ ત્રિવેન્દ્રમમાં રમાયેલી વનડે સિરીઝની બીજી મેચમાં ભારત એ ટીમે ઈશાન કિશનની અડધી સદીની મદદથી 2 વિકેટે જીત હાસિલ કરી હતી. વરસાદને કારણે આ મુકાબલો 21-21 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. જેમાં મહેમાન ટીમે 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 6 બોલ બાકી રહેલા આ લક્ષ્યને 8 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો.
ભારત એ ટીમની આગેવાની કરી રહેલા મનીષ પાંડેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શાનદાર બોલિંગે મહેમાન ટીમને શરૂઆતમાં ઝડપથી રન બનાવવાની તક ન આપી. નિયમિત સમયે વિકેટ પડવાને કારણે આફ્રિકાના બેટ્સમેન આક્રમક બનીને રમી શક્યા નહતા. ટ
અંતમાં જોર્જ લિન્ડએ 25 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા જેની મદદથી ટીમ 162 રન બનાવવામાં સફળ રહી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 40 રનનું યોગદાન આપ્યું હતું.
હોકી ઈન્ડિયાએ સીનિયર પુરૂષ નેશનલ કોચિંગ કેમ્પ માટે 33 ખેલાડીઓની કરી પસંદગી
ઈશાન કિશનની આક્રમક ઈનિંગ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાને માત્ર 24 બોલ પર 55 રન ફટકારીને ટીમની જીત પાક્કી કરી હતી. આ ઈનિંગમાં તેણે 229થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવતા કુલ 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
અનમોલપ્રીત અને ક્રુણાલની ઉપયોગી ઈનિંગ
આ મેચમાં અનમોલ પ્રીત સિંહ અને ક્રુણાલ પંડ્યાએ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. અમનોલે 19 બોલમાં 30 રન બનાવ્યા જ્યારે ક્રુણાલે 15 બોલમાં અણનમ 23 રન ફટકારી ટીમને જીત અપાવી હતી.