પુણેઃ જીતના રથ પર સવાર ભારતીય ટીમ ગુરૂવારથી પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઉતરશે, તો તેનો ઇરાદો આ લયને જાળવી રાખતા સિરીઝ જીતવાનો હશે. બીજીતરફ દક્ષિણ આફ્રિકા શરમજનક હારને ભૂલાવીને પોતાનું અસ્તિત્વ બચાવવા ઉતરશે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ ખામી રાખવા ઈચ્છશે નહીં કોહલી
વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીની ટીમે 203 રને વિજય મેળવ્યો હતો. હવે પુણેમાં સિરીઝ પોતાના નામે કરવા માટે તે કોઈ ખામી રાખશે નહીં. લગભગ 'પરફેક્ટ' પ્રદર્શનમાં સુધારની જરૂરીયાત રહેતી નથી, પરંતુ કોહલી દર વખતે નવા પડકારને શોધી લે છે. ભલે સામનો તેવી ટીમ સાથે છે જે સતત પાંચ દિવસ સુધી પડકાર આપવાની સ્થિતિમાં નથી. 


સિરીઝ જીતવાથી બનશે આ રેકોર્ડ
બીજીતરફ, ભારતીય ટીમ ઘરઆંગણે રેકોર્ડ સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક છે. ટીમ ઈન્ડિયા પોતાની ધરતી પર ફેબ્રુઆરી 2013થી સતત ટેસ્ટ સિરીઝ જીતી રહી છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા સતત 10-10 ટેસ્ટ ઘરેલૂ સિરીઝ જીતીને બરોબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ બે વખત (નવેમ્બર 1994થી નવેમ્બર 2000 અને જુલાઈ 2004થી નવેમ્બર 2008) પોતાની ધરતી પર સતત 10-10 ટેસ્ટ સિરીઝ જીતી છે. 

INDvsSA: ટીમ ઈન્ડિયા ઘરમાં 6 વર્ષમાં માત્ર એક ટેસ્ટ હારી, હવે તે મેદાન પર મુકાબલો


વિદેશમાં ટેસ્ટ જીતવા પર ડબલ પોઈન્ટ મળવા જોઈએઃ વિરાટ કોહલી 


વરસાદની આશંકા
મેચમાં હવામાનની ભૂમિકા પણ રહી શકે છે. મંગળવારે પૂણેમાં વરસાદ થયો અને બુધવારે પણ વરસાદે પોતાની હાજરી પૂરાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આશંકા વ્યક્ત કરી છે. 


પુણેની પિચ પર આવા છે આંકડા
પ્રથમ શ્રેણી ક્રિકેટમાં આ પિચે 2013મા પર્દાપણ કર્યું હતું. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ફ્લેટ પિચ માનવામાં આવે છે. ઈએસપીએનક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, આ મેદાન પર છેલ્લી 26 પ્રથમ શ્રેણીની મેચોમાં 10 ખેલાડીઓએ 150થી વધુનો વ્યક્તિગત સ્કોર કર્યો છે. આ સિવાય ત્રણ બેવડી અને બે ત્રિવડી સદી આ મેદાન પર લાગી છે. 26માથી 13 મેચ ડ્રો પર સમાપ્ત થઈ છે. 


બંન્ને ટીમો
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), મંયક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને શુભમન ગિલ. 


દક્ષિણ આફ્રિકાઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવૂમા, થ્યુનિસ ડિ બ્રૂઇન, ડિ કોક, ડીન એલ્ગર, જુબૈર હમઝા, કેશવ મહારાજ, એડન માર્કરમ, સેનુરન મુથુસ્વામી, લુંગી એનગિડી, એરિક નોર્ટજે, વર્નન ફિલાન્ડર, ડેન પીટ, કગિસો રબાડા અને રૂડી સેકેન્ડ.