Rohit Sharma: ટીમ ઈન્ડિયાએ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ કરવાનો છે, જ્યાં પાંચ મેચોની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં પહેલી બે ટેસ્ટ મેચમાં અંગત કારણોસર કેપ્ટન રોહિત શર્માની કમી અનુભવાશે, કારણ કે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડને તે વિશે જાણકારી આપી દીધી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનાર પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભાગ લેશે અને એવી સંભાવના છે કે કેપ્ટન રોહિત શર્મા પહેલી ટેસ્ટ અથવા તો એડિલેડમાં રમાનારર બીજી મેચમાં રમી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીરને સૌથી મોટું ધર્મસંક્ટ
જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી બે ટેસ્ટ મેચોમાંથી બહાર થઈ જાય છે તો કોચ ગૌતમ ગંભીરની સામે મોટું ધર્મસંક્ટ ઉભું થઈ જશે. ટીમ મેનેજમેન્ટને એ નિર્ણય લેવો પડશે કે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલ પીચો પર પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેજલવુડની કાતિલ બોલિંગ સામે ભારતનો કયો બેટ્સમેન ઓપનર બનશે. આ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીમાં યશસ્વી જાયસ્વાલની સાથે ઓપનિંગ કરવા ઉતરશે.


કયો બેટ્સમેન બનશે ભારતનો ઓપનર
BCCIના એક સૂત્રે જણાવ્યું છે કે, એવું જાણવા મળ્યું છે કે રોહિતે BCCIને જાણ કરી છે કે એવી શક્યતા છે કે તેણે વ્યક્તિગત બાબતને કારણે સીરીઝની શરૂઆતમાં બેમાંથી એક ટેસ્ટ ગુમાવવી પડી શકે છે. જો સીરીઝની શરૂઆત પહેલા અંગત મુદ્દાઓ ઉકેલાઈ જાય તો તે પાંચેય ટેસ્ટ મેચ રમી શકશે. અમે આ વિશે વધુ માહિતી આગામી દિવસોમાં મેળવીશું.' જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થાય છે તો કયો બેટ્સમેન ભારતનો ઓપનર બનશે તેના પર એક નજર કરીએ.


1 ઈશાન કિશન


ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ કરી શકે છે. આ ભારતીય બેટ્સમેન વિસ્ફોટ રીતે સિક્સર અને ચોગ્ગા ફટકારે છે. જ્યારે આ બેટ્સમેન ક્રિઝ પર આવે છે, ત્યારે તે T20ની જેમ ટેસ્ટમાં પોતાની બેટિંગથી લોકોને ચોંકાવે છે. ખરા અર્થમાં ઓસ્ટ્રેલિયાની પીચો પર ઇશાન કિશન જેવા નીડર બેટ્સમેનની જ જરૂર છે. ઈશાન કિશને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી બાદ સદી ફટકારીને BCCIને મજબૂર કરી દીધું છે. ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધી 2 ટેસ્ટ મેચમાં 78.0ની શાનદાર એવરેજ અને 85.71ની સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવ્યા છે. ઈશાન કિશને 1 અડધી સદી પણ ફટકારી છે. ઈશાન કિશને 53 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 38.97ની એવરેજ અને 69.53ની સ્ટ્રાઈક રેટથી 3235 રન બનાવ્યા છે. ઈશાન કિશને આ દરમિયાન 7 સદી અને 17 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈશાન કિશનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 273 રન છે. ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ઈશાન કિશન જેવા વિસ્ફોટક બેટ્સમેનની જરૂર છે.


2. કેએલ રાહુલ


જમણા હાથના બેટ્સમેન કેએલ રાહુલ હાલના દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-6 પર બેટિંગ કરે છે. જો કે રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે. કેએલ રાહુલ તેની ટેસ્ટ કારકિર્દીમાં મોટાભાગે ઓપનિંગ પોઝિશનમાં રમ્યો છે. શરૂઆતમાં કેએલ રાહુલ રોહિત શર્મા સાથે ટેસ્ટમાં ઓપનિંગ કરતો હતો, પરંતુ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેનોને કારણે તેણે ઓપનિંગમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. ટેસ્ટ ટીમમાં ફિટ થવા માટે કેએલ રાહુલને નંબર-4થી નંબર-6 સુધીની કોઈપણ બેટિંગ પોઝિશન પર બેટિંગ કરવા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં કેએલ રાહુલે ભારત માટે 52 ટેસ્ટ મેચોમાં 34.52ની એવરેજ અને 53.06ની સ્ટ્રાઈક રેટથી 2969 રન બનાવ્યા છે. કેએલ રાહુલે આ દરમિયાન 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે. કેએલ રાહુલનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન છે.


3. ઋતુરાજ ગાયકવાડ


ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત શર્માની ગેરહાજરીમાં ટેસ્ટ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે. વીતેલા દિવસોમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક અહેવાલ આવ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઋતુરાજ ગાયકવાડને પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ત્રીજા ઓપનર તરીકે ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. ઋતુરાજ ગાયકવાડે 33 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 42.25ની એવરેજ અને 56.76ની સ્ટ્રાઈક રેટથી 2282 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડે આ સમયગાળા દરમિયાન 6 સદી અને 12 અડધી સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 195 રન છે. ઋતુરાજ ગાયકવાડ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન છે. ઋતુરાજ ગાયકવાડ ખૂબ જ પ્રતિભાશાળી બેટ્સમેન છે અને તે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલ પીચો પર પોતાના બેટથી પાયમાલ કરી શકે છે.