નવી દિલ્હીઃ આજે એટલે કે 30 નવેમ્બર અને ફુટબોલને ગાઢ સંબંધ છે. જી હાં, આજના દિવસે 146 વર્ષ પહેલા 1872માં પ્રથમ સત્તાવાર ફુટબોલ મેચ રમાયો હતો. આ મેચ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે ગ્લાસગોના વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રમતની લોકપ્રિયતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે, પ્રથમ મેચ જોવા માટે આશરે 4000 દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ફુટબોલની શરૂઆત ઈંગ્લેન્ડમાં બહુ પહેલા, 1863માં થઈ ગઈ હતી, પરંતુ સત્તાવાર રીતે 1872 સુધી કોઈ મેચ ન રમાઈ. 


બંન્ને ટીમો વચ્ચે આ મેચ ગોલ રહિત ડ્રો રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ 1-1-8ના ફોર્મેશનમાં ઉતરી હતી, જેના કેપ્ટન રોબર્ટ બાર્કર હતા. બીજીતરફ સ્કોટિશ ટીમની આગેવાની બોબ ગાર્ડનરે કરી હતી તેનું ફોર્મેશન 2-2-6 હતું. 



INDvsAUS: ઈજાગ્રસ્ત પૃથ્વી શો પ્રથમ ટેસ્ટમાંથી આઉટ


20 મિનિટ મોડો શરૂ થયો હતો મેચ
ફુટબોલ સ્ટેડિયમ ડોટ યૂકેના રિપોર્ટ પ્રમાણે આ મેચ બપોરે 2 કલાકે શરૂ થવાનો હતો, પરંતુ કોઈ કારણે તેમાં 20 મિનિટ મોડું થયું હતું. આટલા વર્ષો દરમિયાન ફુટબોલમાં ઘણા ફેરફાર આવ્યા અને તે રમતની દુનિયાનો સૌથી લોકપ્રિય ખેલ માનવામાં આવે છે.