લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુકે પોતાના અંતિમ આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારીને પોતાની વિદાયને યાદગાર બનાવી દીધી છે. કુકે પોતાના ટેસ્ટ કેરિયરની 33મી સદી ફટકારતા 147 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુકે 161 ટેસ્ટ મેચોમાં 12472 રન બનાવી બેટ્સમેન તરીકે પોતાના ટેસ્ટ કેરિયરનો અંત કર્યો જેની શરૂઆત તેણે 2006માં નાગપુરમાં ભારત વિરુદ્ધ કરી હતી. 


કુકની વિદાય યાદગાર બનાવવા માટે ઈંગ્લિશ મીડિયાએ તેને ખાસ અંદાજમાં ફેરવેલ આપી છે. ઈંગ્લિશ મીડિયાએ કુકને ટેસ્ટ મેચના ચોથા દિવસે 33 બીયરની બોટલો ભેટમાં આપી છે. 


આમ તે માટે કારણ કે 33 વર્ષીય કુકે પોતાના અંતિમ ટેસ્ટ મેચમાં 33મી સદી ફટકારી છે અને આ મોટા રેકોર્ડ માટે ઈંગ્લિશ મીડિયાએ કુકને 33 બીયરની બોટલ ભેટમાં આપી છે. 


આ બીયરની બોટલો અલગ-અલગ બ્રાન્ડની છે અને તેના પર અલગ-અલગ પત્રકારો તરફથી જુદો-જુદો સંદેશો લખવામાં આવ્યો છે. બ્રિટિશ મીડિયાની સાથે આ મુલાકાત દરમિયાન કુક થોડો ભાવુક પણ થઈ ગયો હતો. 


એક પત્રકારે કહ્યું, તમે વર્ષોથી ઈંગ્લેન્ડ માટે એક ખેલાડી અને કેપ્ટનના રૂપમાં જે રણ કર્યું છે મીડિયા તેની પ્રશંસા કરે છે. વિશેષ રીતે તમે જે પ્રકારે અમારી સાથે વ્યવહાર કર્યો છે. 



પત્રકારે કહ્યું, ખૂબ ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ તમે અમારી સાથે ખૂબ સારી રીતે વ્યવહાર કર્યો. અમે માત્ર તમારી પ્રશંસા કરવા ઈચ્છીએ છીએ. તમે મને એક વખત કહ્યું હતું કે, તમે દારૂ પિવાના નથી પરંતુ તમે એક બીયર મેન છો. તો અમે તમને 33 બીયરની બોટલો આપી રહ્યાં છીએ. દરેક બીયર પર મીડિયાના પ્રત્યેક સભ્ય તરફથી એક નાનો મેસેજ છે. આ ગિફ્ટ માટે કુકે તમામ પત્રકારોનો આભાર પણ માન્યો હતો. 


કુકે આ વર્ષે 2006માં ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. ટેસ્ટમાં કુકનો સર્વોચ્ચ સ્કોર 294 છે, જે તેણે ભારત વિરુદ્ધ બર્મિંઘમમાં 2011માં બનાવ્યો હતો. કુકે ઈંગ્લેન્ડ તરફથી 92 વનડે મેચ રમી છે, જેમાં તેણે 3204 રન બનાવ્યા છે. આ સિવાય કુકે ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 61 રન બનાવ્યા છે.