પ્રો-કબડ્ડી લીગની હરાજીમાં ભાગ લેશે 422 ખેલાડીઓ
ભારત સહિત કુલ 15 દેશોના 422 ખેલાડી 30 અને 31 મેએ મુંબઈમાં યોજાનારી પ્રો-કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની હરાજીમાં ભાગ લેશે.
અહીં જારી પ્રેસ રીલિઝ અનુસાર હરાજીમાં 58 વિદેશી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તે સિવાય 87 ખેલાડીઓની પસંદગી એક દેશવ્યાપી કાર્યક્રમમાંથી કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે કબડ્ડીના ખેલાડીઓની શોધ કરવાનો છે.
આ ખેલાડીઓ માટે 12 ફ્રેન્ચાઈઝી ટીમ બોલી લગાવશે. તેમાંથી નવ ટીમોએ 21 ખેલાડીઓને રિટેઇન કર્યા છે. જ્યારે ત્રણ ફ્રેન્ચાઇઝી ટીમની પુનઃરચના કરશે.
હરાજીમાં ભારત સિવાય, ઈરાન, બાંગ્લાદેશ, જાપાન, કેન્યા, કોરિયા, મલેશિયા, શ્રીલંકા સહિત ઘણા દેશોના ખેલાડીઓ સામેલ છે.
ગત વર્ષે પટના પાઇરેટ્સે ગુજરાત ફોર્યૂનજાઇન્ટસને હરાવીને પ્રો-કબડ્ડી લીગની સીઝન-5ની ફાઇનલ જીતી હતી અને ટાઇટલની હેટ્રિક લગાવી હતી.