નવી દિલ્હીઃ મહિલા ટેનિસ ખેલાડીઓને વિશ્વમાં સૌથી ગ્લેમરસ એથલીટ માનવામાં આવે છે. તેની લંબાઇ કોઈ મોડલથી ઓછી નથી. ટેનિસની આ રમતમાં ફિટનેસની સાથે મહિલા ખેલાડીઓનું કદ પણ મહત્વપૂર્ણ હોય છે. મહિલાઓના કદનું આ મહત્વનું અંદાજ તમે તે વાતથી લગાવી શકો કે, સફળ મહિલા ખેલાડીઓની લંબાઈ 6 ફુટથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેનિસના પ્રશંસકો તે વાતથી પરિચિત છે કે તેની પસંદગીની મહિલા ખેલાડી કઈ ટેનિસ કોર્ટમાં પોતાના કદ અને હુસ્નનો જલબો વિખેરે છે. આ એક એવી રમત છે કે દર્શકો પણ પારંપરિક વેસ્ટર્ન ડ્રેસમાં આવે છે અને શાલિનતાથી પોતાની સાદગીનો પરિચય આપે છે. ટેનિસમાં ખેલાડીઓની લંબાઈના સિલસિલામાં આપણે એક નજર કરીએ, વિશ્વની સૌથી ઉંચી મહિલા ટેનિસ ખેલાડીઓ પર.. 


મારિયા શારાપોવા
ટેનિસની રમતમાં મારિયા શારાપોવા સૌથી ચર્ચિત નામ છે. રૂસની સૌથી ખૂબસૂરત મહિલા ટેનિસ સ્ટાર આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. 6.2 ફીટની આ ખેલાડીએ પોતાની રમતથી વિશ્વભરના લોકોનો પોતાના દિવાના બનાવી રાખ્યા છે. વર્તમાનમાં તે બ્રિટિશ ઉદ્યોગપતિ એલેક્જેન્ડર ગિલક્સને ડેટ કરી રહી છે. વિશ્વની પૂર્વ નંબર 1 ખેલાડી મારિયા ભલે છેલ્લા એક વર્ષથી સારૂ પ્રદર્શન કરી શકી નથી પરંતુ લોકો હજુ પણ તેના દિવાના છે. 



વિનસ વિલિયમ્સ
ટેનિસ જગતમાં વિલિયમ્સ બહેનોનો કોઈ પરિચયની જરૂર નથી. પોતાની ઉંચાઈથી ઘણા પુરૂષોને શરમાવી દેનાર વિનસ વિલિયમ્સ 6.1 ફૂટ લાંબી છે. તે આ યાદીમાં બીજા સ્થાને છે. પોતાના દમદાર ખેલને કારણે તે ઘણી બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે. આ સિવાય તેને પોતાની કપડાની બ્રાન્ડ પણ છે. 



દિનારા સફીના
પૂર્વ વિશ્વ નંબર-1 રૂસી મહિલા ટેનિસ સ્ટાર દિનારા સફીના 6.1 ફૂટની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. વર્ષ 2011માં પીછની ઈજાને કારણે રમતથી દૂર થનારી સફીનાએ 2014માં ટેનિસમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. વર્ષ 2008માં ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનો તેના કરિયરની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવે છે. 



એના ઇવાનોવિક
2008ના ફ્રેન્ચ ઓપનમાં દિનારા સફીનાને હરાવીને વિશ્વની નંબર 1 ખેલાડી બનનારી સર્બિયાની ટેનિસ સ્ટાર એના ઇવાનોવિક પોતાના દક અને સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. 6 ફૂટ લાંબી સર્બિયાની ખેલાડીએ જર્મન ફુટબોલર બાસ્ટિયન શ્વાઇનસ્ટાઇગર સાથે લગ્ન કર્યા અને તેને એક બાળક પણ છે. 



નિકોલ વૈદિસોવા
ઓસ્ટ્રેલિયન-ફ્રેન્ચ ઓપનની પૂર્વ સેમીફાઇનાલિસ્ટ નિકોલ વૈદિસોવાની લંબાઇ 6 ફૂટ છે. વર્ષ 2010માં ચેક ગણરાજ્યની આ સ્ટાર ખેલાડીના સાવકા પિતાએ તે કહીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે નિકોલની રમતમાં રૂચી ન હોવાને કારણે તે સંન્યાસ લઈ રહી છે. પરંતુ વર્ષ 2014માં નિકોલે ટેનિસમાં વાપસી કરી અને ઈજાને કારણે વર્ષ 2016માં ટેનિસને અલવિદા કહી દીધું હતું.