6000 રન અને 300 વિકેટનો રેકોર્ડ બનાવનાર આ ખેલાડીને આજ સુધી ટીમ ઇન્ડીયામાં મળ્યું નથી સ્થાન
મધ્ય પ્રદેશ તરફથી રમનાર 32 વર્ષીય જલજ સક્સેનાએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે. ઇન્ડીયા રેડ અને ઇન્ડીયા બ્લ્યૂ વચ્ચે રમાયેલી દિલીપ ટ્રોફી મેચમાં જલજ સકસેનાએ 3 વિકેટ પ્રાપ્ત કરી આ સાથે જ તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લીધી. આ સાથે જ તે એકમાત્ર ક્રિકેટર બની ગયા જેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 6000 રન બનાવવાની સાથે-સાથે 300 વિકેટ પણ લીધી છે
નવી દિલ્હી: સવા સો કરોડથી વધુ વસતીવાળા દેશમાં કરોડો યુવાનો ટીમ ઇન્ડીયાની વાદળી ટી શર્ટ પહેરવાનું સપનું જોઇ ક્રિકેટના મેદાનમાં બોલ અને બેટ લઇને ઉતરી પડે છે. તેમાંથી કેટલાકનું જ સપનું પુરૂ થાય છે પરંતુ ઘણાના અધુરા રહી જાય છે. પરંતુ ઘણા એવા ખેલાડી પણ છે જે ઘરેલૂ ક્રિકેટમાં રનો અને વિકેટોનો ઢગલો કરી દીધો હોવાછતાં ટીમ ઇન્ડીયાની જર્સી પહેરી શક્યા નથી. ભારતીય સ્થાનિક ક્રિકેટના દમદાર ખેલાડી જલજ સક્સેના જેમણે સ્થાનિક ક્રિકેટમાં તે મુકામ પ્રાપ્ત કર્યું જે હાલમાં ટીમ ઇન્ડીયાનો કોઇપણ ખેલાડી પ્રાપ્ત કરી શક્યો નથી પરંતુ જલજનું ટીમ ઇન્ડીયાની જર્સી પહેરવાનું સપનું સપનું જ રહી ગયું છે.
મધ્ય પ્રદેશ તરફથી રમનાર 32 વર્ષીય જલજ સક્સેનાએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે. ઇન્ડીયા રેડ અને ઇન્ડીયા બ્લ્યૂ વચ્ચે રમાયેલી દિલીપ ટ્રોફી મેચમાં જલજ સકસેનાએ 3 વિકેટ પ્રાપ્ત કરી આ સાથે જ તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લીધી. આ સાથે જ તે એકમાત્ર ક્રિકેટર બની ગયા જેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 6000 રન બનાવવાની સાથે-સાથે 300 વિકેટ પણ લીધી છે અને તેમછતાં પણ ટીમ ઇન્ડીયાના 15 ખેલાડીઓની વચ્ચે તેમને સ્થાન મળ્યું નથી.
એટલું જ નહી જલજ ભારતીય સ્થાનિક ક્રિકેટ બેકબોન કહેવાતા રણજી ટ્રોફીમાં પણ કમાલનો રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં ગત 4 રણજી ટ્રોફી સીઝનમાં સતત ચાર વખત બેસ્ટ ઓલરાઉન્ડરનો પુરસ્કાર (લાલા અમરનાથ એવોર્ડ) જીત્યા પરંતુ ટીમ ઇન્ડીયાના માર્ગ ખોલવા માટે આ એવોર્ડ પણ તેમના કામે ન લાગ્યો.
જોવા જઇએ તો જલજ સક્સેનાઅ જ એવા ખેલાડી નથી જેમની સાથે નાઇંસાફી થઇ છે. ઘણા એવા દિગ્ગજ પ્રથમ શ્રેણી ક્રિકેટ રમતાં રહી ગયા જેમને ભરપૂર સફળતાઓ તથા રેકોર્ડ્સ છતાં ટીમ ઇન્ડીયા સાથે રમવાની તક મળી નથી, અને જો તક મળી તો થોડી મેચો બાદ કાઢી મુકવામાં આવ્યા. મહારાષ્ટ્રના અમોલ મજૂમદાર તેનું સૌથી મોટું ઉદાહરણ રહ્યા જેમણે 171 પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચોમાં રેકોર્ડ 11,167 રન બનાવ્યા, 30 સદી પણ ફટકારી તેમછતાં પણ તેમને ફરી એકવાર ટીમ ઇન્ડીયામાં તક મળી નહી.
તો બીજી મુંબઇના વસીમ જાફર તો 253 પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચોમાં 19,147 રન બનાવ્યા છે જેમાં ત્રેવડી સહિત 57 સદી સામેલ છે પરંતુ તેમને ફક્ત 31 ટેસ્ટ મેચોમાં તક મળી જેમાં તેમણે 5 સદી અને 11 ફીફ્ટી ફટકારી, જોકે 2008 બાદથી વસીમ જાફરની ટેસ્ટ ટીમમાં ફરી વાપસી સંભવ બની નહી અને તેમની બેટીંગનો જલવો આજે પણ સ્થાનિક ક્રિકેટમાં યથાવત છે.