અમદાવાદ : ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના 8મા રાઉન્ડમાં 24, 25 અને 26 ઓગસ્ટ 2018ના રોજ ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે યોજાયો હતો અને 61 ગોલ્ફર, પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા માટે રમ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક ગુલમોહર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવેન્ટ કૅલેન્ડર -2018ના ભાગ તરીકે આ ટુર્નામેન્ટ દર મહિને યોજવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેન્ડીકેપ 0-12 કેટેગરીમાં ધ્રુવ સૂરી( B-6-16)એ 36 પોઈન્ટ નોંધાવ્યા હતા અને તે વિજેતા જાહેર થયો હતો. એ પછીના ક્રમે રહેલ અભિરાજ ચૌહાણે તેની ખૂબ જ નીકટ રહીને 36 (B-6/14) પોઈન્ટ નોંધાવ્યા હતા. હેન્ડી કેપ 13-24 કેટેગરીમાં સ્વયમ આંબલીયા 37 (B-9/23) પોઈન્ટનો સ્કોર કરીને ટોચના સ્થાને રહ્યા હતા. રનર્સ અપ તરીકેનુ ઈનામ રવિ શાહને મળ્યું હતુ તે  તે પણ 37 પોઈન્ટ (B-9-22)સાથે તેમની નીકટ રહ્યા હતા. 25-36ની કેટેગરીમાં ઉમંગ શાહ કે જે 7માં રાઉન્ડમાં વિજેતા બન્યા હતા તેમણે 29 પોઈન્ટનો સ્કોર કરવાને કારણે રનર્સ અપ એવોર્ડથી સંતોષ માનવો પડ્યો હતો. તેમની સામે કુલદિપ પૂગલીયા અપવાદરૂપ રમત રમીને  30 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા.


આ રમતનુ ફોર્મેટ 3/2 પેઓરિયા સાથે સ્ટેબલ ફોર્ડ હતુ. આ રમત 15 વર્ષથી વધુ વયના તમામ પુખ્ત ગોલ્ફર માટે ખૂલ્લી હતી. ખેલાડીએ દરેક આઉટીંગમાં પોઈન્ટ એકત્ર કરવાના રહે છે. સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર જાહેર થાય છે.


હોલ#1 સુધીની  272 વારની સૌથી લાંબી ડ્રાઈવ મિહિર શાહે લગાવી હતી. રવિ શાહે ક્લોઝેસ્ટ ટુ ધ પીન હોલ#3 (5’6”) સુધી જઈને એવોર્ડ હાંસલ કર્યો હતો. અભિનવ પટેલે 21 મીટરનુ અંતર કાપીને હોલ#6 સુધી જઈ નીયરેસ્ટ ટુ ધ ગ્રીન હોલનુ પ્રથમ ઈનામ હાંસલ કર્યું હતું.