વિમ્બલ્ડનઃ 8 વખતનો વિમ્બલ્ડન ચેમ્પિયન ફેડરર બહાર, એન્ડરસને આપ્યો પરાજય
આ પરાજય સાથે ફેડરરનું નવમી વખત વિમ્બલ્ડન જીતવાનું સપનું રોળાઇ ગયું છે.
લંડનઃ કેવિન એન્ડરસને શાનદાર વાપસી કરતા આઠ વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરને 2-6, 6-7(5), 7-5, 6-4, 13-11થી હરાવીને પુરૂષ સિંગલના સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ કમાલની લડત આપી. ફેડરરે પ્રથમ બે સેટ જીતીને લીડ મેળવી લીધી હતી. આ કોર્ટ પર ફેડરરનું પ્રદર્શન શાનદાર છે પરંતુ આ મેચમાં એન્ડરસને તેના 9મી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તોડી દીધું.
આ પહેલા બંન્ને ખેલાડીઓ વચ્ચે ચાર મેચ રમાઈ જેમાં એન્ડરસનનો પરાજય થયો હતો. આ સાથે તે 1983 બાદ વિમ્બલ્ડનના સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ સાઉથ આફ્રિકન ખેલાડી પહોંચી ગયો છે. ત્યારે કેવિન કરન અંતિમ ચારમાં પહોંચ્યો હતો.
8મી પ્રાયોરિટી પ્રાપ્ત 32 વર્ષીય ખેલાડીએ ત્રીજા સેટની 10મી ગેમમાં એક મેચ પોઇન્ટ બચાવ્યો. ત્યારબાદ તેનો આત્મવિશ્વાસ વધતો ગયો અને તે માત્ર 26 મિનિટમાં પ્રથમ સેટ જીતનાર ફેડરર પર હાવી થતો ગયો.
તેણે ત્રીજો સેટ જીતીને ફેડરરના વિમ્બલ્ડનમાં સતત 34 સેટ સુધી અજેય રહેવાનો સિલસિલો તોડ્યો. ત્યારબાદ એન્ડરસને ચોથો સેટ પણ જીતી લીધો અને 20 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતાને ઝટકો લાગ્યો.
પાંચમાં સેટમાં પણ બંન્ને ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળી. 11-11 સુધી સ્કોર બરાબર રહ્યો. અહીં ફેડરર ચૂક્યો અને એન્ડરસને તેની સર્વિસ બ્રેક કરીને લીડ મેળવી. ત્યારબાદ પોતાની સર્વિસ જીતીને તેણે પાંચમો અને નિર્ણાયલ સેટ અને મેચ પોતાના નામે કરી લીધો.