નવી દિલ્હીઃ IPL 2023 Auction Kochi: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સીઝન માટે 23 ડિસેમ્બર 2022ના કોચ્ચીમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આઈપીએલ 2023ના ઓક્શન માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ છે. આ વખતે ઓક્શનમાં સામેલ થનારા વિદેશી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના કુલ 57 ખેલાડી આઈપીએલ 2023ના ઓક્શનમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલના ઓક્શન પહેલા ગુરૂવારે એક મીડિયા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં ઓક્શનમાં સામેલ થઈ રહેલા ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈપીએલે જણાવ્યું કે ભારતના 714 ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે. જ્યારે વિદેશના 277 ખેલાડી હશે. તેમાં 185 કેપ્ડ ખેલાડી છે. જ્યારે 786 અનકેપ્ડ ખેલાડી છે. તો 20 ખેલાડી એસોસિએટ ટીમના છે. જો ભારતીય કેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 19 ખેલાડી સામેલ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની પાછલી સીઝનમાં ભાગ લઈ ચુકેલા 91 અનકેપ્ડ ભારતીય ખેલાડી ઓક્શનમાં સામેલ થશે.


પાકના બોલરો પર તૂટી પડ્યા ઈંગ્લેન્ડના બેટર, ટેસ્ટમાં પ્રથમ દિવસે બનાવ્યો રેકોર્ડ


જો વિદેશી ટીમો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના 57 ખેલાડી હશે. જ્યારે દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડી ઓક્શનમાં ભાગ લેવાના છે. આ રીતે અફઘાનિસ્તાનના 14, બાંગ્લાદેશના 6, ઈંગ્લેન્ડના 31, આયર્લેન્ડના 8, નામીબિયાના 5, નેધરલેન્ડના 7, ન્યૂઝીલેન્ડના 77, સ્કોટલેન્ડના 2, શ્રીલંકાના 23, યૂએઈના 6, ઝિમ્બાબ્વેના 6 અને વેસ્ટઈન્ડિઝના 33 ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube