નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વનડે વિશ્વકપ 2022ના પ્રથમ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 3 રને પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 259 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 49.5 ઓવરમાં 256 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડને જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ યજમાન ટીમે પોતાની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી. હેલૂ મેથ્યૂઝને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કેરેબિયન ટીમની શરૂઆત ખરાબ રહી અને 40 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી. ડિયાન્ડ્રા ડોટિન 12 અને કિસિયા નાઇટ 5 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્રીજી વિકેટ માટે હેલી મેથ્યૂઝ અને સ્ટેફની ટેલર વચ્ચે અડધી સદીની ભાગીરાદી થઈ હતી. ટેલર 30 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ મેથ્યૂઝે એક છેડો સાચવી રાખ્યો અને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 128 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. ચિડિયન નેશને પણ 36 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 50 ઓવરમાં 259/9 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લી તાહુહુએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. 


IND vs SL: કરિયરની 100મી ટેસ્ટમાં વિરાટ 45 રન બનાવી આઉટ થશે, 10 કલાક પહેલાં થઈ ગઈ હતી ભવિષ્યવાણી  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube