અફગાન કેપ્ટને કહ્યું, અમારી મેચ અબૂધાબીની જગ્યાએ દુબઈમાં હોત તો અમે ફાઇનલમાં રમત
અફગાન કેપ્ટને કહ્યું કે, ભારત વિરુદ્ધ મેચ ટાઈ કરવો તે જીત મેળવવા બરાબર છે.
દુબઈઃ ભારત વિરુદ્ધ ટાઈ મેચને જીત સમાન ગણાવતા અફગાનિસ્તાનના કેપ્ટન અસગર અફગાને કહ્યું કે, તેમની ટીમ પોતાના લીગ મેચ અબુધાબીની જગ્યાએ દુબઈમાં રમી હોત તો તે એશિયા કપની ફાઇનલમાં પહોંચી જાત.
ભારત અને અફગાનિસ્તાન વચ્ચે મંગળવારે રોમાંચક મેચ ટાઇના રૂપમાં સમાપ્ત થયો હતો. મોહમ્મદ શહજાદની સદીની મદદથી અફગાનિસ્તાને 8 વિકેટ પર 252 રન બનાવ્યા અને ભારતીય ટીમને તે સ્ટોર પર આઉટ કરી દીધી.
અફગાને એશિયા કપ મેચ બાદ કહ્યું, જ્યારે તમે ભારત જેવી ટીમ વિરુદ્ધ ટાઈ મેચ રમો છો તો જીતની જેમ હોય છે. ભારતે છેલ્લા બે મેચમાં સરળવાથી લક્ષ્ય હાસિલ કર્યો હતો, પરંતુ અમે મુશ્કેલી ઉભી કરી હતી. આ પ્રકારની મેચ દર્શકો માટે પણ શાનદાર હોય છે.
અફગાનિસ્તાને આ મેચ પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ નજીકના અંતરથી ગુમાવી હતી. તેણે લીગ રાઉન્ડમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું અને ફરી દેખાડ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપથી આગળ વધી રહી છે.
અફઘાને કહ્યું, મને પૂર્ણ વિશ્વાસ હતો કે અમે ફાઇનલમાં પહોંચશું. હું જાણતો હતો કે દુબઈની પરિસ્થિતિ અમારી અનુકૂળ છે, કારણ કે અમે ત્યાં ઘણું ક્રિકેટ રમ્યું છે, પરંતુ અમારી તમામ મેચ અબુધાબીમાં હતી.
તેમણે વિવાદાસ્પદ કાર્યક્રમના સંદર્ભમાં કહ્યું, જો આ પિચ પર હોત તો હું ખાત્રી પૂર્વક કહું છું કે અફગાનિસ્તાન ફાઇનલમાં પહોંચી જાત, અમારી સાથે ખોટુ થયું છે.
અફગાને શહજાદની પ્રશંસા કરી અને સાથે કહ્યું કે, તેની બેટિંગમાં સુધાર થયો છે, જે પહેલા નબળો પક્ષ હતો. તેણે કહ્યું, નિશ્ચિત રીતે અમે અમારી બેટિંગમાં સુધાર કર્યો છે. શહજાદની ઓપનિંગ ભાગીદારી અને અમારા સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.