દુબઈઃ દરેક રમતમાં પુરૂષ અને મહિલાઓની અલગ સ્પર્ધા હોય છે. કેટલિક રમતોમાં મિક્સ્ડ ઈવેન્ટ પણ હોય છે જ્યાં મહિલા અને પુરૂષ સાથે ભાગ લે છે. ક્રિકેટમાં પણ પુરૂષ અને મહિલા ખેલાડીઓના એક મેચમાં રમવાની વાત સામે આવવા લાગી છે, પરંતુ અત્યાર સુધી પુરૂષ ક્રિકેટમાં મહિલા અમ્પાયર ન દેખાતા હતા. હવે આમ નહીં થાય. આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2નો ફાઇનલ મેચ ઈતિહાસ બની ગયો જ્યારે તેમાં અમ્પાયરિંગ એક મહિલાએ કર્યું. 


આ ઓસ્ટ્રેલિયનને મળી તક
આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2 દરમિયાન નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ રહેલા ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરૂષ વનડે મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. 31 વર્ષની ક્લેયર મહિલાઓના 15 વનડે મેચોમાં અમ્પાયરિંગ કરી ચુકી છે. 2016માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલા વનડેમાં તેણે પ્રથમવાર અમ્પાયરિંગ કર્યું હતું. તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલા મહિલા ટી20 વિશ્વકપના સેમીફાઇનલમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર