નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સીમિત ઓવર ક્રિકેટ ટીમના કેપ્ટન એરોન ફિન્ચે પોતાની નિવૃતી અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. એરોન ફિન્ચ અનુસાર તે 2023ના વનડે વિશ્વ કપ સુધી રમી શકે છે. એરોન ફિન્ચે કહ્યુ કે, કોરોના વાયરસને કારણે ઘણા સમય સુધી આરામ કરી લીધો છે, તેથી હવે રમવાનો સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રેડિયો ચેનલને ફિન્ચે કહ્યુ કે, મારૂ કરિયર સમાપ્ત કરવાની તારીખમાં 2023મા ભારતમાં રમાનાર વિશ્વકપ છે. તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મેં આ લક્ષ્ય બનાવ્યો છે અને હું તેના ટક્યો રહીશ. તેણે કહ્યું કે, ત્યારે મારી ઉંમર 36 વર્ષની થઈ જશે. 


એરોન ફિન્ચનું લક્ષ્ય છે 2023 વિશ્વકપ ફાઇનલ
એરોન ફિન્ચે કહ્યુ કે, કોરોના વાયરસને કારણે મળેલા આરામથી ફ્રેશ અનુભવી રહ્યો છું. ત્યારબાદ તેણે કહ્યું કે, ભારતમાં 2023મા રમાનાર વિશ્વકપ મારી છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તે વિશ્વકપની ફાઇનલ મેચ મારા કરિયરની છેલ્લી મેચ હશે. કોરોનાથી મળેલા બ્રેક વિશે ફિન્ચે કહ્યું કે, માનસિક રૂપથી મજબૂત રહેવા માટે ખેલાડીઓને આરામ મળવો જરૂરી છે. 


MS Dhoniને મળશે ફેરવેલ મેચ? બીસીસીઆઈ અધિકારીએ આપ્યું મોટું નિવેદન


ઓસ્ટ્રેલિયાની ટીમ આશરે છ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેદાન પર ઉતરશે. આગામી મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે વનડે મેચ રમી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ બાદ ફિન્ચ આઈપીએલમાં આરસીબી તરફથી રમવા માટે યૂએઈ પહોંચશે. તેના સિવાય ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ વગેરે ખેલાડીઓ પોત-પોતાની આઈપીએલ ટીમ સાથે જોડાશે. નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે. 


એરોન ફિન્ચે કેપ્ટન બન્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને એક નવી દિશા આપી છે. ઓપનિંગ બેટ્સમેન સાથે કેપ્ટનની જવાબદારી ફિન્ચ સારી રીતે નિભાવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર