ચટગાંવઃ ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલા એબી ડિવિલિયર્સે બીપીએલ (Bangladesh Premier League)માં ધમાકો કર્યો છે. 35 વર્ષના આ બેટ્સમેને 50 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા છે. આ સાથે તેમણે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ (અણનમ 85)ની સાથે ત્રીજી વિકેટ માટે 184* રનોની ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે ચટગાંવના જહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં ઢાકા ડાયનામાઇટ્સ વિરુદ્ધ ડિવિલિયર્સે ત્યારે મોરચો સંભાળ્યો જ્યારે 187 રનના લક્ષ્યનો પીછો કરતા રંગપુર રાઇડર્સે માત્ર 5 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિસ ગેલ (1) અને રિલી રોસો (0) આંદ્રે રસેલનો શિકાર બન્યો પરંતુ ત્યારબાદ હેલ્સ અને ડિવિલિયર્સની જોડીએ કોઈ વિકેટ ન ગુમાવી અને 10 બોલ બાકી રહેતા પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી દીધી હતી.



ICC વિશ્વકપ માટે ગંભીરે પસંદ કરી ટીમ, આ 15 ખેલાડીઓને કર્યા સામેલ
 


મિ 360 ડિગ્રી કહેવાતા એબીએ 50 બોલમાં અણનમ સદીમાં 8 ફોર અને છ સિક્સ ફટકારી હતી. જ્યારે હેલ્સે 53 બોલમાં અણનમ 85 રનની ઈનિંગમાં 8 ફોર અને 3 સિક્સ લગાવી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 184* રન જોડ્યા, જે ટી20નો વિશ્વ રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ ઇયાન બેલ અને એડમ હોજના નામે હતો. ગત વર્ષે આ જોડીએ બર્મિંઘમમાં રમાટેલી ટી20 ટૂર્નામેન્ટ (Vitality Blast)માં 171 રન જોડ્યા હતા. 


ICC T20 વિશ્વકપઃ પ્રથમ મેચમાં આફ્રિકા સામે ટકરાશે ભારત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ