નવી દિલ્હીઃ વિશ્વ કપ શરૂ થયાં પહેલા કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓથી ભરેલી આફ્રિકી ટીમનું પ્રદર્શન ખરાબ રહેશે. હવે તેવા સમાચાર આવી રહ્યાં છે કે એબી ડિવિલિયર્સે વિશ્વ કપ 2019 માટે આફ્રિકાની ટીમમાં સામેલ થવાની ઓફર કરી હતી, પરંતુ ટીમની જાહેરાત કરતા પહેલા આફ્રિકી ટીમ મેનેજમેન્ટે તેની આ ઓફર ઠુકરાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈએસપીએન ક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, ડિવિલિયર્સે મે મહિનામાં સાઉથ આફ્રિકી પસંદગીકારની સામે વિશ્વકપની ફાઇનલ ટીમની જાહેરાતના 24 કલાક પહેલા ઓફર રાખી હતી. 


હાલમાં રમાયેલી આઈપીએલ 2019માં આરસીબી તરફતી ડિવિલિયર્સનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. ડિવિલિયર્સે જાહેરાત પહેલા સાઉથ આફ્રિકી ટીમના કેપ્ટન અને પોતાના મિત્ર ફાફ ડુ પ્લેસિસ, હેડ કોચ ઓટિસ ગિબ્સન અને પસંદગી સમિતિના સંયોજન લિંડા જોન્ડીની સામે ટીમમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેવું જાણવા મળી રહ્યું છે કે, તેની આ ઓફર પર વિચાર પણ ન કરવામાં આવ્યો. 



World Cup 2019: પોતાના કીપિંગ ગ્લબ્સ પર સેનાનો ખાસ લોગો લગાવી ઉતર્યો ધોની


આ માટે ન થયો સામેલ
એબીને સામે ન કરવાની પાછળ બે મોટા કારણ છે. પ્રથમ છે કે મે 2018માં ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેથી પસંદગીના નિયમો અનુસાર તે ફિટ ન થઈ રહ્યો હતો. નિયમ પ્રમાણે ટીમમાં તે ખેલાડીઓની પસંદગી થશે જે વિશ્વકપ પહેલા આફ્રિકા માટે ડોમેસ્ટિક કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ભાગ હશે. 


આ સિવાય મેનેજમેન્ટનું માનવું હતું કે જો આ સ્ટાર ખેલાડીની વાપસી થઈ જાય તો રાસી વાન ડેર ડુસેન જેવા ખેલાડીની સાથે અન્યાય હશે. વાન ડેર ડુસેને જાન્યુઆરી 2019માં પાકિસ્તાન વિરુદ્ધ પર્દાપણ બાદ પહેલા ચાર વનડેમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. 


હવે એબી ડિવિલિયર્સ વિશે આ ખુલાસો માત્ર ટીમની મુશ્કેલી વધારવામાં કામ આવી રહ્યો છે. મહત્વનું છે કે આફ્રિકાની વિશ્વકપમાં શરૂઆત ખરાબ રહી છે. આ ટીમે પ્રથમ ત્રણ મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આફ્રિકાને તેની પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે 104 રને પરાજય આપ્યો હતો. તો બીજી મેચમાં બાંગ્લાદેશે તેને 21 રને અને ત્રીજી મેચમાં ભારતે તેને 6 વિકેટે પરાજય આપ્યો હતો.