મેલબર્ન: પાકિસ્તાનના જાણીતા બોલર અબ્દુલ કાદિરનો પૂત્ર ઉસ્માન કાદિરે ઓસ્ટ્રેલિયાની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી અને એક પલગુ પણ આગળ વધ્યો છે. ઉસ્માને બુધવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સાથે પદાર્પણ કર્યું અને જંકશ્ન ઓવલ મેદાન પર રમાઇ રહેલી મેચમાં વિક્ટોરિયાની સામે 50 રન બનાવી ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ઉસ્માન ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉસ્માન પહેલા 2013માં ફવાદ અહમદે પણ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા હાંસલ કરી અહીંયા ક્રિકેટ રમવાની શરૂ કરી હતી. એક સ્પોર્ટ્સ વેબસાઇટમાં ઉસ્માનના અહેવાલમાં લખ્યું હતું કે, ‘‘જ્યારે મેં જોયું કે ફવાદ માટે સરકારે નિયમ બદલ્યો છે, ત્યારે મેં વીઝા માટે એપ્લાય કરવાનો નિર્ણય કર્યો અને તે પહેલા મને અહીંયા રહેવાની મંજૂરી મળી ગઇ હતી. આશા છે કે આવનારા બે વર્ષોમાં મને અહીંયાની નાગરિકતા મળી જશે.’’


ઉસ્માને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા માટે 2020માં થનારી ટી-20 વિશ્વ કપમાં રમવું છે. ‘‘મારું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા માટે ટી-2020માં રમવાનું છે. આશા છે કે ત્યાર સુધી હગું તેના યોગ્ય બની જાઉં.’’ ઉસ્માને તેનો શ્રેય સાઉથ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ ડેરેન બેરીને આપ્યો છે. બેરી જ તે શખ્સ છે જમણે ઉસ્માનને પ્રોત્સાહન આપ્યું છે. ઉસ્માનને પાકિસ્તાની ટીમથી 2012 અંડર-19 વિશ્વ કપમાં ભાગ લીધો હતો.


ઉસ્માને વધુમાં જણાવ્યું હતું કે,  ‘‘સમગ્ર શ્રેય તેમને જાય છે કેમકે તેઓ શાનદાર માણસ છે. તેમણે મને સમર્થન આપ્યું છે. તેમણે મને કહ્યું કે મને આવતા વર્ષ સુધીમા અહીંયાની નાગરિકતા મળી જશે અને કરાર પણ ત્યારે મેં મારા પિતાને આ વિષય લપર વાત કરી હતી.’’ તેણે કહ્યું હતું કે, ‘‘પરંતુ તે સમયે હું ઘણો નાનો હતો. ત્યારે મારા પિતાએ કહ્યું કે તારે પાછું આવવું જોઇએ અને પાકિસ્તાન માટે રમવું જઇએ માટે હું પાકિસ્તાન પરત ફર્યો હતો.’’


પાકિસ્તાનમાં થયો ઉપેક્ષાનો શિકાર
ઉલ્લેખનિય છે કે આ વર્ષની શરૂઆતમાં જ ઉસ્માનને ઓસ્ટ્રેલિયાની તરફથી રમવાનું મન પાક્કુ કરી લીધું હતું. તે લાંબા સમયથી પાકિસ્તાની સિલેક્શનકર્તા દ્વારા સતત ઉપેક્ષાનો શિકાર થઇ રહ્યો હતો. ઉસ્માન કાદિર વર્લ્ડ કપ ટી-20, 2020માં ઓસ્ટ્રેલિયાની તરફથી રમવાની યોજના બનાવી રહ્યો છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ સિલેક્શન ન થતા ઉસ્માનના ધૈર્ય તૂટી રહ્યો છે. માટે વહ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લેવા માંગ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમથી રમવા માંગે છે. 24 વર્ષીય ઉસ્માન કાદિરનું સપનું છે કે તે ઓસ્ટ્રેલિયાની ટીમમાં લેગ સ્પિનરના રૂપમાં ક્રિકેટ રમે. તેના માટે તે ખુબ મહેનત અને અભ્યાસ કરી રહ્યો છે.
(ઇનપુટ આઇએએનએસ)