W, W, W, W, W.. 6 બોલમાં 5 વિકેટ, ટી20માં ચમત્કાર કરનાર ભારતીય બોલર, 1 વર્ષમાં કરિયર ખતમ
Unique Cricket Records:T20, એક એવું ફોર્મેટ જ્યાં બેટરોનું વર્ચસ્વ જોવા મળે છે. પરંતુ બોલરોની ખરી કસોટી આ ફોર્મેટમાં થાય છે. ટૂંકા ફોર્મેટમાં 5 વિકેટ લેવી એ સદીથી ઓછી માનવામાં આવતી નથી. પરંતુ જો અમે તમને કહીએ કે કોઈ બોલરે એક જ ઓવરમાં પાંચ વિકેટ લીધી તો કદાચ કોઈને વિશ્વાસ નહીં થાય.
Unique Records of Cricket: ટી20 એક એવું ફોર્મેટ છે, જ્યાં બેટરોનો દબદબો જોવા મળે છે. પરંતુ બોલરોની અસલી પરીક્ષા આ ફોર્મેટમાં થાય છે. નાના ફોર્મેટમાં 5 વિકેટ લેવી એક સદી બરાબર છે. પરંતુ જો અમે તમને કહીએ કે એક બોલરે એક ઓવરમાં પાંચ વિકેટ લીધી તો તમને વિશ્વાસ થશે નહીં. 6 બોલમાં 6 સિક્સ લાગી શકે છે. એક ઓવરમાં હેટ્રિક થઈ શકે છે. પરંતુ એક ઓવરમાં 5 વિકેટ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો ચમત્કાર કરનાર કોઈ વિદેશી નહીં, પરંતુ ભારતીય બોલર હતો. જેણે પોતાની બોલિંગથી બેટરોમાં ડર પેદા કર્યો હતો.
એક વર્ષમાં ખતમ થયું આંતરરાષ્ટ્રીય કરિયર
અમે વાત કરી રહ્યાં છીએ પૂર્વ ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુનની, જેના નામે ત્રણેય ફોર્મેટમાં હેટ્રિલ લેવાનો રેકોર્ડ છે. પરંતુ આ સિદ્ધિ મિથુને ઘરેલું ક્રિકેટમાં હાસિલ કરી અને ચર્ચામાં આવ્યો હતો. પોતાની શાનદાર બોલિંગને કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર અભિમન્યુ મિથુનનો જાદૂ ચાલી શક્યો નહીં. 2010માં પર્દાપણ કરનાર મિથુન માત્ર 4 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી શક્યો. તેના નામે ટેસ્ટમાં 9 તો વનડેમાં 5 વિકેટ નોંધાયેલી છે.
ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક
અભિમન્યુ મિથુનડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાપણ કરતા પોતાની બોલિંગનો કમાલ દેખાડ્યો હતો. તેણે 2009માં કર્ણાટક તરફથી રમતા ઉત્તર પ્રદેશ વિરુદ્ધ હેટ્રિક ઝડપી તબાહી મચાવી હતી. અભિમન્યુએ ફરી 2019માં પોતાના જન્મદિવસ પર વિજય હઝારે ટ્રોફીમાં હેટ્રિક લીધી હતી. તેણે ટીમને ટાઇટલ જીતાડી પોતાના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. કારણ કે તેણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટી20ની એક ઓવરમાં 5 વિકેટ
પહેલા એકદિવસીય અને લાંબા ફોર્મેટમાં હેટ્રિક લઈ મિથુન ચર્ચામાં આવી ગયો હતો. પરંતુ આ વખતે તેણે ટી20ના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં શાનદાર સ્પેલ ફેંક્યો હતો. અભિમન્યુએ આ મુકાબલામાં એક ઓવરમાં 5 વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો હતો. તેનો આ રેકોર્ડ હજુ અતૂટ છે. મિથુને ઈનિંગની છેલ્લી ઓવરના પ્રથમ ચાર બોલ પર હિમાંશુ રાણા, રાહુલ તેવતિયા, સુમીત કુમાર અને અમિત મિશ્રાને આઉટ કર્યાં હતા. ત્યારબાદ એક વાઇડ બોલ ફેંક્યો હતો. ત્યારબાદ છેલ્લા બોલ પર જયંત યાદવની વિકેટ લઈ પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી દીધું હતું. આવી શાનદાર બોલિંગ છતાં તેને ટીમ ઈન્ડિયા માટે ક્યારેય ટી20 મેચમાં રમવાની તક મળી નહીં.