નવી દિલ્હીઃ દિગ્ગજ શૂટર્સોમાં સામેલ અભિનવ બિંદ્રાએ શુક્રવારે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી અને તે આઈએસએસએફ બ્લૂ ક્રોસ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ભારતના એકમાત્ર ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિંદ્રાને શુક્રવારે શૂટિંગનું આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય શૂટિંગની સર્વોચ્ચ સંસ્થા આઈએસએસએફ તરફથી આપવામાં આવેલ સૌથી મોટુ સન્માન બ્લૂ ક્રોસ છે અને 36 વર્ષીય બિંદ્રા પહેલો ભારતીય શૂટર છે જેને આ સન્માન મળ્યું છે. આ એવોર્ડ શૂટિંગની રમતમાં ઉત્તમ યોગદાન માટે આપવામાં આવે છે. 


બિંદ્રાએ આ સન્માન મેળવ્યા બાદ કહ્યું કે, તે આ સન્માન મળીને અભભૂત છું. તેમણે કહ્યું કે, એથલીટો અને આઈએસએસએફ માટે કામ કરવું સારૂ રહ્યું. બિંદ્રાએ પોતાના કરિયરમાં એક ઓલમ્પિક ગોલ્ડ મેડલ (વર્ષ 2008માં), એક વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ (2006) અને 7 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેના નામે 3 એશિયન ગેમ્સ મેડલ પણ છે. 



વર્ષ 2008માં બેઇજિંગમાં યોજાયેલી ઓલમ્પિક ગેમ્સની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ દેશભરમાં છવાય ગયો હતો. બિંદ્રાનું વર્ષ 2000માં અર્જુન એવોર્ડ અને 2001માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2009માં તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2016 રિયો ઓલમ્પિકમાં પોતાનો બીજો ઓલમ્પિક મેડલ ચુકવાથી બિંદ્રાએ 33 વર્ષની ઉંમરમાં નિવૃતી લેવાનો નિર્ણય લીધો હતો.