બેંગ્લુરુ: આઈપીએલ મેગા ઓક્શનના પહેલા દિવસે 10 ફ્રેન્ચાઈઝીઓએ 74 ખેલાડીઓને ખરીદ્યા. અનેક જાણીતા ચહેરા તેમા સામેલ હતા. જેમને 10 કરોડ કે પછી તેના કરતા વધુ કિંમતે ખરીદવામાં આવ્યા. જો કે કેટલાક એવા અજાણ્યા ખેલાડીઓ ઉપર પણ બોલી લાગી જેને બહુ ઓછા લોકો જાણતા હશે. અભિનવ મનોહર સદારંગની પણ આવું જ એક કદાચ અજાણ્યું નામ છે જેના પર ગુજરાત ટાઈટન્સે તેની બેઝ પ્રાઈઝ કરતા 13 ગણી વધુ કિંમત પર ખરીદ્યો છે. અભિનવે પોતાની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ રૂપિયા રાખી હતી. પરંતુ આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સે તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 


કોણ છે આ અભિનવ મનોહર સદારંગની?
અભિનવ મનોહર કર્ણાટકનો ઓલરાઉન્ડર છે અને તે મિડલ ઓર્ડરમાં રમે છે. આ સાથે જ તે લેગ સ્પીનર પણ છે. તેણે આ વર્ષે કર્ણાટક માટે સૈયદ મુશ્તાક અલી ટ્રફીમાં ડેબ્યુ કર્યું હતું. જ્યાં તેને ફક્ત 4 મેચમાં રમવાની તક મળી. ડેબ્યુ મેચમાં જ અભિનવે બે ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 70 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ટીમને શાનદાર જીત અપાવી હતી. તેણે કર્ણાટક માટે અત્યાર સુધીમાં 4 ટી20મેચમાં 54ની સરેરાશથી 162 રન કર્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 150નો રહ્યો છે. અભિનવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાટર ફાઈનલમાં 9 બોલમાં 19 રન અને સેમીફાઈનલમાં 13 બોલમાં 27 રન કર્યા હતા. ફાઈનલમાં પણ તેણે 37 બોલમાં 46 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube