દુબઈઃ ભારતે યૂએઈમાં ચાલી રહેલા અન્ડર-19 એશિયા કપમાં અફઘાનિસ્તાનને સોમવારે 4 વિકેટે પરાજય આપ્યો છે. ભારતની ટૂર્નામેન્ટમાં આ બીજી જીત છે અને તેણે સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં યૂએઈને 154 રને પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચ બાદ ભારતના ગ્રુપ-એમાં ચાર પોઈન્ટ છે અને તેણે આ ગ્રુપમાં પાકિસ્તાન સાથે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 


અફઘાનિસ્તાને આપેલા 260 રનના લક્ષ્યને ભારતે 48.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી હરનૂર સિંહે 74 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 65 કન, રાજ બાવાએ 55 બોલમાં અણનમ 43 અને કેપ્ટન યશ ઢુલે 26 રન બનાવ્યા હતા. આ સિવાય એ રઘુવંશીએ 47 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 35 રન, શેખ રશીદે છ, આરાધ્ય યાદવે 12 અને કૌશલ તામ્બેએ 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહમદે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube