ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની ઐતિહાસિક હાર બાદ ફક્ત કેપ્ટન રોહિત શર્મા જ નહીં પરંતુ કોચ ગૌતમ ગંભીર પણ સવાલના ઘેરામાં છે. 'સુપર પાવર'ને લઈને આવેલા ગૌતમ ગંભીરની દરેક વાત બીસીસીઆઈએ સ્વીકારી. અનેકવાર તો ગંભીરની માંગણી સ્વીકારવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ઼ે પોતાની પોલીસી સુદ્ધા નજર અંદાજ કરી. હવે ઐતિહાસિક ફજૈતી બાદ બીસીસીઆઈ પણ ઊંઘમાંથી જાગી ગઈ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરને સવાલ કરવાની તૈયારીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર જુલાઈમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બન્યા છે. બોર્ડે ગંભીરને કોચ બનાવ્યા બાદ તેમનો મનપસંદ સપોર્ટ સ્ટાફ આપ્યો છે. સપોર્ટ સ્ટાફમાં સામેલ અભિષેક નાયર, મોર્ને મોર્કલથી લઈને રેયાન ટેન ડોશેટ પહેલા ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યા છે. રિપોર્ટ્સમનું માનીએ તો કોચ ગંભીરના કહેવા પર જ મુંબઈમાં રેંક ટર્નર પિચ બનાવવામાં આવી હતી. રેંક ટર્નર પિચની માંગણી એવી હતી જે બોર્ડની પોલીસી કરતા વિપરિત હતી. ભારતે આ વર્ષે ઈંગ્લેન્ડને સ્પોર્ટિંગ પિચ પર હરાવ્યું હતું. આવામાં સ્પિનની મદદવાળી પિચની માંગણીથી સમજ બહાર હતી. 


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ બીસીસીઆઈ આ અંગે ગૌતમ ગંભીરને સવાલ પૂછી શકે છે. તેમને આગળનું વિઝન પૂછી શકે છે કે તેઓ ટીમ માટે શું યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ ભારતે જ્યારે બેંગ્લુરુની સ્વિંગને મદદ કરતી પિચ પર હારનો સામનો કરવો પડ્યો તો ત્યારબાદ સ્પિન ટ્રેકની માંગણી કરવામાં આવી હતી. 


સિલેક્શન કમિટીની બેઠકમાં સામેલ હતા ગંભીર
ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે બીસીસીઆઈએ ગંભીરની દરેક માંગણી સ્વીકારી છે. બોર્ડની પોલીસી છે કે એનસીએ પ્રોગ્રામને આગળ વધારનારા કોચને પ્રમોટ કરાશે. પરંતુ ગંભીરના કહેવા પર તે નજર અંદાજ કરાયું જેથી કરીને તેમને મનપસંદ કોચિંગ સ્ટાફ મળે. તેમને ઓસ્ટ્રેલિયા ટુર માટે ટીમ પસંદ કરવા સિલેક્શન કમિટીમાં સામેલ થવાની તક અપાઈ. બોર્ડ પોતાના નિર્ણયોની સમીક્ષા પણ કરી શકે છે અને ગંભીર પાસે રોડ મેપ માંગી શકે છે.