અમદાવાદઃ કેન્સવિલેમાં વીકેન્ડ દરમિયાન તાજેતરના સમયાની સૌથી રોમાંચક પૈકીની એક ગોલ્ફ ટુર્નામેન્ટ “ધ મિલ્ખા”જુનિયર ગોલ્ફ ચેલેન્જનું આયોજન થયું છે. લીજેન્ડરી ગોલ્ફ ખેલાડી જીવ મિલ્ખા સિંઘની ઉપસ્થિતિમાં જુનિયર ગોલ્ફર્સ પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા કૌશલ્ય દાખવશે. આ ગોલ્ફ ટુર્નામેન્ટ માટે અમદાવાદ આવેલા જીવ મિલ્ખા સિંઘે જણાવ્યું હતું કે મારા સિગ્નેચર ગોલ્ફ કોર્સમાં આવીને હું અત્યંત રોમાંચની લાગણી અનુભવી રહ્યો છું. આ રમતે મને ઘણું બધું શિખવ્યું છે અને તે આ ટુર્નામેન્ટના માધ્યમથી પરત કરી વધુને વધુ યુવાનોને ગોલ્ફની રમત સાથે જોડાવા પ્રેરાય તેમ ઈચ્છું છું. તેનો હેતુ બાળકોને નાનપણથી જ આ રમત સાથે સાંકળી તેમને તાલિમ આપી ભારતીય ગોલ્ફનું ભાવિ વધુ સમૃદ્ધ બનાવવાનો છે. ટુર્નામેન્ટના માધ્યમથી આપણે બાળકોને એકબીજા સાથે સ્પર્ધાના જુસ્સાથી રમવાની તક પૂરી પાડીએ છીએ. ચંદીગઢમાં રમાનારી ફાઈનલમાં આશરે 150થી વધુ યુવા ગોલ્ફર્સ ભાગ લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસની આ ‘ધ મિલ્ખા’ જુનિયર ગોલ્ફ ચેલેન્જ ટુર્નામેન્ટમાં 5-18 વર્ષના વયજૂથમાં 50થી વધુ ગોલ્ફર્સ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં છોકરાઓ અને છોકરીઓ માટે 19 કેટેગરી છે. અમદાવાદની દરેક કેટેગરીના જુનિયર વિનર્સ ચંદીગઢમાં ટુર્નામેન્ટ રમશે. ટુર્નામેન્ટમાંવિજેતાઓ માટે 19 કેટેગરી છે. ચંદીગઢમાં વિજેતા બનનારાંને પસંદગીની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડશે. ચંદીગઢની ટુર્નામેન્ટ 7,8 અને 9 જાન્યુઆરીના રોજ યોજાશે. આ ટુર્નામેન્ટ માટે જીવ મિલ્ખા સિંઘ ઉપસ્થિત રહેશે અને વિજેતાઓને ઈનામ એનાયત કરશે. મિલ્ખા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જીવ મિલ્ખા સિંઘ આ ટુર્નામેન્ટમાં વિજયી બનનનારા પસંદગીના કેટેગરીના ખેલાડીઓની વિવિધ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સની એર ટિકિટ સ્પોન્સર કરશે. ‘’ધ મિલ્ખા’’ જુનિયર ગોલ્ફ ચેલેન્જ આ ટુર્નામેન્ટના માધ્યમથી ઉભરતાં ગોલ્ફર્સને તૈયાર કરવાનો અને યુવાનોમાં ગોલ્ફની રમતને લોકપ્રિય બનાવવાનો ધ્યેય ધરાવે છે.


બે ચેમ્પિયનશિપ કોર્સ સાથે કેન્સવિલે દેશનું સૌથી મોટું ગોલ્ફિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે, ગોલ્ફ કોર્સિસની ગીચતા અમદાવાદમાં દેશમાં સૌથી વધુ છે. દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ગોલ્ફની રમત સુલભ અને અફોર્ડેબલ છે.