ગુજરાત જાયન્ટસે પ્રો કબ્બડી લીગ સિઝન-9ના કેપ્ટન તરીકે ચંદ્રન રણજીતના નામની કરી જાહેરાત
જેની ખૂબ જ પ્રતિક્ષા થઈ રહી છે તે પ્રો કબ્બડી લીગની સીઝન-9ના પ્રારંભ પહેલાં અદાણી સ્પોર્ચસલાઈને ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકે રાઈડર ચંદ્રન રણજીતની ટીમના કેપ્ટન તરીકે જાહેરાત કરી છે.
જેની ખૂબ જ પ્રતિક્ષા થઈ રહી છે તે પ્રો કબ્બડી લીગની સીઝન-9ના પ્રારંભ પહેલાં અદાણી સ્પોર્ચસલાઈને ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકે રાઈડર ચંદ્રન રણજીતની ટીમના કેપ્ટન તરીકે જાહેરાત કરી છે. પ્રો કબ્બડી લીગ સીઝન-9નો કર્ણાટકમાં બેંગલોર ખાતે શ્રી ક્રાન્તિવીર સ્ટેડિમમાં તા.7 ઓકટોબરથી પ્રારંભ થશે. હોટલ લીલા, ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ચંદ્રને ટીમ નેતૃત્વ માટે પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
ચંદ્રન જણાવે છે કે “પ્રો કબ્બડી લીગ-સિઝન-9માં ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતાં હું રોમંચ અનુભવું છું અને મારામાં વિશ્વાસ મૂકવા બદલ ટીમના મેનેજમેન્ટનો આભાર માનું છુ. ભારતમાં વિકસેલી આ રમતને લોકપ્રિય બનાવવામાં ગુજરાત જાયન્ટસ કટિબધ્ધ રહી છે. દર વર્ષે અમારા ચાહકો અમને હંમશાં સહયોગ આપતા રહયા છે અને તેમનો પ્રતિભાવ વ્યક્ત કરતા રહયા છે. હું મારી ક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરી ટીમંનુ નેતૃત્વ કરીશ.”
હેડ કોચ રામ મેહર સિંઘે આગામી સીઝન માટેની ટીમની વ્યૂહરચના અંગે ટીમના ઘડતર માટે થયેલી કામગીરી અંગે વિગત આપી હતી. પીઢ કોચની સાથે સાથે આસિસ્ટન્ટ કોચ- એમ વી સુંદરમ, પ્રસિધ્ધ ખેલાડી અને વાઈસ કેપ્ટન- રીંકુ અને નવા યુવા ખેલાડી પ્રતિક દહિયા અને રાકેશે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી.કોચે કહ્યું કે “ગુજરાત જાયન્ટસમાં અમે ‘ગર્જેગા ગુજરાત’નુ સૂત્ર સાકાર કરી રહયા છીએ.
અમે હંમેશાં શ્રેષ્ઠ દેખાવ કરીને તથા રોમાંચક એકશન વડે કબડ્ડીના ચાહકોને ખુશ કરતા રહીશું.”રામ મેહર સિઘે વધુમાં જણાવ્યું કે “અદાણી સ્પોર્ટસલાઈનના સક્ષમ નેતૃત્વ હેઠળ અમે અમારી ટીમની ક્ષમતાને ધ્યાનમાં લઈ આગામી સિઝન માટે અમારી ટીમની વ્યૂહરચના નક્કી કરી છે. અમારે જે ટીમનો સામનો કરવાનો હોય તે મુજબ અમે અમારો ગેમ પ્લાન નક્કી કરીશું.” આ પ્રસંગે ગુજરાત જાયન્ટસે પોતાની ટીમનો પરિચય આપતાં જણાવ્યુ હતુ કે અમારા ચાહકોને કારણે અમે ટીમનુ શ્રેષ્ઠ સત્વ બહાર લાવી શકીશું.
વિતેલી સિઝનમાં 60 ટેકલ પોઈન્ટસ હાંસલ કરનાર રીંકુએ જણાવ્યું કે “દરેક ખેલાડી તેમના ચાહકો સમક્ષ ઉત્તમ પ્રદર્શન કરવા માટે આતુર હોય છે. જ્યારે ચાહકો અમને વધાવી લેતા હોય ત્યારે એક નવું જ જોશ પેદા થતુ હોય છે. અમે અમારા હોમ ગ્રાઉન્ડમાં રમતા નહીં હોવા છતાં ગુજરાત જાયન્ટસ દેશભરમાં ચાહકો ધરાવે છે અને અમે તેમને મળવા માટે આતુર છીએ.” અદાણી સ્પોર્ટસલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટસે વર્ષ 2017માં કબ્બડી ક્ષેત્રે પ્રારંભ કર્યો હતો અને તેના વર્ષ 2017 અને 2018માં બે વખત રનર્સઅપ રહી હતી.
દેશમાં વિકસેલી આ રમતને પ્રોત્સાહન માટે કબ્બડીને પાયાના સ્તરે પ્રોત્સાહન મળે તે માટે શાળાઓના સ્તરે પણ તેનું આયોજન કરવામાં આવે છે. કબ્બડી ઉપરાંત ગુજરાત જાયન્ટસ અલ્ટીમેટ ખો-ખો લીગ અને લીજેન્ડઝ લીગ ક્રિકેટમાં પણ સામેલ થાય છે. અદાણી સ્પોર્ટસ લાઈન ઈન્ટરનેશનલ લીગ ટી-20, યુએઈ ખાતે ગલ્ફ જાયન્સની માલિકી અને સંચાલન કરે છે અને ભારતની ટોચની 4 દોડમાં સમાવેશ પામતી અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન કરે છે.