નવી દિલ્હીઃ ટેસ્ટ રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અફગાનિસ્તાને સોમવારે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે. અફગાની ટીમે આયર્લેન્ડને ચોથા દિવસે 7 વિકેટે પરાજય આપ્યોહતો. અફગાનિસ્તાનને જીત માટે મળેલા 147 રનના લક્ષ્યને મેચના ચોથા દિવસે 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. રહમત શાહને બંન્ને ઈનિંગમાં શાનદાર બેટિંગ કરવા માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયર્લેન્ડ અને અફગાનિસ્તાન, બંન્ને ટીમોએ પોતાની બીજી ટેસ્ટ મેચ રમી હતી. આયર્લેન્ડને જ્યાં પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટ હરાવ્યું હતું, તો અફગાનિસ્તાનને ભારતને ઈનિંગ અને 262 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. 


અફગાનિસ્તાને આયર્લેન્ડને હરાવીને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. જો મેચોની સંખ્યાના હિસાબથી જુઓ તો અફગાન ટીમ ઝડપથી પોતાનો પ્રથમ ટેસ્ટ જીતનારી સંયુક્ત રૂપથી બીજી ટીમ બની. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે પણ પોતાના બીજા ટેસ્ટમાં જીત મેળવી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રથમ ટેસ્ટ જીત્યો હતો. 


પાકિસ્તાનઃ 2 ટેસ્ટ / 10 દિવસ
ઈંગ્લેન્ડઃ 2 ટેસ્ટ / 20 દિવસ
અફગાનિસ્તાનઃ 2 ટેસ્ટ / 277 દિવસ
વેસ્ટઈન્ડિઝઃ 6 ટેસ્ટ / 613 દિવસ
ઝિમ્બાબ્વેઃ 11 ટેસ્ટ / 839 દિવસ
સાઉથ આફ્રિકા 12 ટેસ્ટ / 1302 દિવસ
ભારત 25 ટેસ્ટ/ 7169 દિવસ
બાંગ્લાદેશઃ 35 ટેસ્ટ / 1522 દિવસ
ન્યૂઝીલેન્ડઃ 45 ટેસ્ટ / 9559 દિવસ


(દિવસઃ પોતાનો પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ)


એટલું જ નહીં, મોહમ્મદ નબી અફગાન ટીમનો એવો ક્રિકેટર છે, જે પોતાની ટીમને દરેક ફોર્મેટમાં મળેલી પ્રથમ જીતમાં સાથે રહ્યો. આ સિવાય દેહરાદૂનના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મળેલી જીત બાદ અફગાનિસ્તાન વિશ્વની એકમાત્ર ટીમ બની ગઈ છે, જેનો દરેક ફોર્મેટમાં જીતનો રેકોર્ડ 50 ટકાથી વધુ છે. 


ટેસ્ટઃ રમી - 2, જીતી- 1, જીત % 50
વનડેઃ રમી- 111, જીત 57, જીત % 51.35
ટી20: રમ્યા 71, જીત 49, જીત % 69.01