Asia Cup: પાકિસ્તાને એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરની બુધવારે રમાયેલી મેચમા અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી. આ મેચની છેલ્લી ઓવરોમાં ખુબ તણાવ જોવા મળ્યો. ખેલાડીઓ એકબીજા સાથે મેદાન પર ભીડી ગયા. એટલું જ નહીં આ મેચ પૂરી થયા બાદ સ્ટેન્ડ્સમાં પણ ભારે બબાલ  જોવા મળી. આ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનના ફેન્સ સાથે મારપીટ પણ કરી. 


આ મેચ છેલ્લે સુધી રોમાંચક રહી. ખેલાડીઓથી લઈને ફેન્સ સુધી આ મેચમાં પોતાનો કાબૂ ગુમાવી બેઠેલા જોવા મળ્યા. મેચ બાદ સ્ટેન્ડ્સનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ફેન્સ તોડફોડ કરી રહ્યા છે. આ લોકો ખુરશીઓ ઉઠાવીને ફેંકતા જોવા મળે છે. આ ઉપરાંત મેદાન બહાર પાકિસ્તાની ફેન્સ ઉપર પણ અફઘાની લોકોએ હુમલો કર્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube