રમત જ નહીં અમદાવાદમાં અફઘાની ક્રિકેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે કર્યું આ કામ, જીતી લીધા લોકોના દિલ
ભલે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ ન થઈ શકી, પરંતુ તેણે પોતાની રમત દ્વારા ચોક્કસપણે દરેકના દિલ જીતી લીધા. અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝે પણ મેગા ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદઃ વનડે વિશ્વકપ 2023માં કોઈ ટીમે પોતાની રમતથી લોકોના સૌથી વધુ દિલ જીત્યા તે અફઘાનિસ્તાનની ટીમ છે. સેમીફાઈનલમાં ભલે અફઘાનિસ્તાનની ટીમ જગ્યા બનાવવામાં સફળ ન રહીં, પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને પરાજય આપ્યો હતો. તો હવે અફઘાન ટીમના વિકેટકીપર બેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે પોતાના એક કામ દ્વારા ભારતીયોના દિલ ફરી જીત્યા છે.
દિવાળી પહેલા જરૂરીયાતમંદ લોકોની મદદ
અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે દિવાળીની એક રાત પહેલા અમદાવાદમાં ઘણા જરૂરીયાતમંદોને રૂપિયા આપી તેની મદદ કરી હતી. ગુરબાઝનો રૂપિયા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં એક ફુટપાથ પર સૂઈ રહેલા કેટલાક લોકો પાસે જઈને ગુરબાઝે તેને રૂપિયા આપ્યા હતા, જેનાથી તે લોકો દિવાળી ઉજવી શકે. ગુરબાઝના આ કાર્યની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનની ટીમે વિશ્વકપમાં પોતાનો અંતિમ મુકાબલો આફ્રિકા વિરુદ્ધ અમદાવાદમાં રમ્યો હતો. જેમાં તેણે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર સચિન-સેહવાગ પછી ત્રીજો ભારતીય ઓપનર બન્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube