નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી સપ્તાહે ટી20 સિરીઝ રમાવાની છે. ભારતીય ટીમમાં દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. આ સમાચારો વચ્ચે અફઘાનિસ્તાને ભારત વિરુદ્ધ 3 મેચની આ સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. યુએઈ વિરુદ્ધ બહાર રાખવામાં આવેલા ઘાતક સ્પિનરની ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન એકવાર ફરી ઇબ્રાહિમ ઝાદરાનના હાથમાં હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાને શનિવારે 6 જાન્યુઆરીએ ભારત સામે રમાનારી T20 શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી હતી. અનુભવી સ્પિનર ​​રાશિદ ખાનની ટીમમાં વાપસી થઈ છે. તાજેતરમાં યુએઈ સામે રમાયેલી શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.


ભારત-અફઘાનિસ્તાન સિરીઝનો કાર્યક્રમ
ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બીજો મુકાબલો ઈન્દોરમાં રમાવાનો છે, જ્યારે સિરીઝની અંતિમ મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી માત્ર 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ પોતાના નામે કરી છે, જ્યારે એક મેચ રદ્દ રહી હતી.


આ પણ વાંચોઃ હાર્યું પાકિસ્તાન અને નિરાશ થઇ ભારતીય ટીમ, 'ખાયા પિયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના'


ભારત-અફઘાનિસ્તાન સિરીઝ શેડ્યૂલ
પ્રથમ T20: 11 જાન્યુઆરી, મોહાલી
બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર
ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ


અફઘાનિસ્તાન ટીમ 
ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એકરામ અલી (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક અહેમદ, ફારુકી, મુજીબ ઉર રહેમાન. નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube