World Cup 2019: અફગાનિસ્તાનનો મોહમ્મદ શહજાદ વિશ્વકપમાંથી બહાર
વિશ્વકપમાં પોતાની પ્રથમ બંન્ને મેચ ગુમાવી ચુકેલી અફગાનિસ્તાનને ત્રીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેના વિકેટકીપર ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
લંડનઃ અફગાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ ઘુંટણની ઈજાને કારણે વિશ્વકપમાં બાકીની મેચોમાં રમી શકશે નહીં. ટૂર્નામેન્ટના આયોજકોએ ગુરૂવારે આ જાણકારી આપી હતી. વિકેટકીપર બેટ્સમેન શહજાદની જગ્યાએ ઇકરામ અલી ખિલને અફગાનિસ્તાન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ અફગાનિસ્તાન માટે મોટો ઝટકો છે, જેણે પોતાની પ્રથમ બંન્ને મેચ ગુમાવી છે.
આ 32 વર્ષીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વિરુદ્ધ માત્ર 7 રન બનાવ્યા હતા. આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'આઈસીસીની ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં શહજાદના સ્થાન પર ઇકરામ અલી ખિલને અફગાનિસ્તાન ટીમમાં રાખવાની મંજૂરી આપવામાં આવી છે. વિકેટકીપર શહજાદને ઘુંટણની ઈજા થઈ છે અને તે સ્પર્ધામાં આગળ રમી શકશે નહીં.'
નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC