ભ્રષ્ટાચારના આરોપમાં અફઘાનિસ્તાનના આ ક્રિકેટર પર લાગ્યો 6 વર્ષનો પ્રતિબંધ
શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી નિયમના ઉલ્લંઘનની વાત સ્વીકારી લીધી છે. એસીબીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે.
કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)એ વિકેટકીપર બેટ્સમેન શફીકુલ્લાહ શફાકને રમતના બધા ફોર્મેટમાં છ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનની વાત સ્વીકાર કરી છે. એસીબીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ની સત્તાવાર વેબસાઇટ પર જારી નિવેદનમાં કહ્યું છે કે શફીકુલ્લાહ શફાક પર જે આરોપ લાગ્યા છે, તે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) 2018 અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)-2019ને લઈને છે.
એસીબીના સીનિયર ભ્રષ્ટાચાર વિરોધી મેનેજર સૈયદ અનવર સાહ કુરૈશીએ કહ્યું, આ ખુબ ગંભીર આરોપ છે, જ્યાં એક રાષ્ટ્રીય ખેલાડી એપીએલ ટી-20 લીગ 2018ની મેચમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હતો. ખેલાડીએ વધુ એક અન્ય લીગ બીપીએલ 2019માં પોતાની ટીમના સાથેને તેમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર-1નું સ્થાન મળ્યુઃ ગૌતમ ગંભીર
કુરૈશીએ કહ્યું, 'આ તે લોકો માટે એક ચેતવણી છે જે સમજે છે કે ક્રિકેટને લઈને તેની ગેરકાયદે ગતિવિધિઓ એસીબી કે એસીયૂની સામે આવશે નહીં. અમારી પહોંચ તેના વિચારથી આગળ છે. શફાક પર એસીબીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમના આર્ટિકલ 2.1.1, 2.1.3, 2.1.4, 2.4.4 ના ઉલ્લંઘનનો આરોપ છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube