કાર્ડિફ: દક્ષિણ આફ્રિકાએ આખરે આઇસીસી વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)માં પહેલી જીત હાંસલ કરી લીધી છે. તેણે શનિવારે (15 જૂન) નબળી માનવામાં આવી રહેલી અફઘાનિસ્તાનની ટીમને 9 વિકેટથી હરાવી છે. જો કે, વરસાદના કારણે આ મેચ 48-48 ઓવરની કરી દેવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની પાંચમી અને અફઘાનિસ્તાનની ચોથી મેચ હતી. આ બંને ટીમોને આ મેચ પહેલા એક પણ જીત મળી નથી. આફ્રિકાએ આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમને 125 રન પર ઓલ આઉટ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: World cup 2019: વિશ્વકપમાં પાકિસ્તાનને સાતમી વખત પરાજય આપવાના ઈરાદાથી ઉતરશે ભારત


કાર્ડિફમાં યોજાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમને દક્ષિણ આફ્રિકાએ આક્રમક બોલિંગથી 34.1 ઓવરમાં જ 125 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાએ 28.4 ઓવરમાં એક વિકેટ ગુમાવી આ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.


વધુમાં વાંચો: વર્લ્ડ કપ 2019 AUSvsSL: શ્રીલંકાને 87 રનથી હરાવી ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યું


સાઉથ આફ્રિકા તરફથી ડી કોકે 72 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. જ્યારે હાસિમ આમલાએ 83 બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ 41 રન બનાવ્યા હતા. ઇમરાન તાહિરે ચાર, ક્રિસ મોરિસે ત્રણ, આંદિલે બે અને કાગિસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી.


વધુમાં વાંચો: વર્લ્ડકપ 2019: પાક સામે મુકાબલા પહેલા બોલ્યો વિરાટ- અમારા માટે દરેક ટીમ બરાબર


આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ જીત છે. આ અગાઉ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું જ્યારે બીજીમાં બાંગ્લાદેશ સામે અને ભારત તેની હેટ્રિક હાર થઈ હતી. ત્યાર બાદ ચોથી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી તે વરસાદના કારણે રદ થઈ હતી. પાંચમી મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી ત્રણ પોઈન્ટ સાથે તે સાતમાં ક્રમે છે.


જુઓ  Live TV:-


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...