નવી દિલ્હી: સામાન્ય રીત એવું જાવા મળે છે કે ખેલાડીઓ તેમની રમત માટે પોતાનું ભણતર છોડી દેતા હોય છે. ઘણા ખેલાડીઓએ રમત માટે પોતાના કરિયરને દાવ પર લગાવી દેતા હોય છે જે તેમણે અભ્યાસ કરી બનાવ્યું હોય છે. પરંતુ તમને ક્યારેય સાંભળવા નહી મળ્યું હોય કે કોઇ રમત એસોસિએશન અથવા ફેડરેશને તેમના કોઇ ખેલાડીના અભ્યાસ માટે કોઇ પ્રકારનું ખાસ પગલું ભર્યું હોય. તો તમને જણાવી દઇએ કે એથલેટિક્સ ફેડેરેશન ઓફ ઇન્ડિયાએ તેમના એક ખેલાડી માટે આવું જ એક પગલું ભર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ એશિયન ગેમ્સના લોન્ગ જમ્પ ઇવેન્ટમાં છઠ્ઠું સ્થાન હાંસલ કર્યા બાદ 58મી રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડનાર 19 વર્ષના શ્રીશંકરની સાથે આવુ થયુ છે. શ્રીશંકર માટે એએફઆઇએ શ્રીશંકરના જ શહેરમાં રાષ્ટ્રીય કોચને મોકલવામાં આવ્યો છે, જેના કારણે શ્રીશંકરની ટ્રેનિંગ પણ થઇ શકે અને તેના અભ્યાસ પર પણ કોઇ પ્રકારની અસર ન થાય.


શ્રીશંકરની ટ્રેનિંગ અને અભ્યાસ બન્નેને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા
એએફઆઇએ નિર્ણય લીધો છે કે રાષ્ટ્રીય કોચ બડરોસ બેડ્રોસિયન, જે રોમાનિયાથી છે. તેઓ શ્રીશંકર મુરલીના શહેર પલક્કડ, કેરળ મોકલવામાં આવે અને ત્યાં જ તેને ટ્રેનિંગ આપવામાં આવે. ફેડરેશન અહીંયા શ્રીશંકર અને તેની સાથે વધુ એક લોન્ગ જમ્પર નીના વરાકિલ માટે ટ્રેનિંગ સંબંધીત બધી સુવિધાઓની વ્યવસ્થા કરશે.