નવી દિલ્હીઃ આઈપીએલ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 16 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ટીમની કમાન ટેમ્બા બવુમાને સોંપવામાં આવી છે. જ્યારે એક યુવા ખેલાડીને પ્રથમવાર તક મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂનથી ટી20 સિરીઝ શરૂ થશે અને 19 જૂન સુધી ચાલશે. આફ્રિકાની ટીમમાં ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જેની એન્ટ્રી થઈ છે. તો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનાર ટ્રિસ્ટન સ્ટબ્સને પ્રથમવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બંને ટીમ વચ્ચે ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો 9 જૂને દિલ્હીમાં રમાવાનો છે. જ્યારે બીજો મુકાબલો 12 જૂને કટકમાં રમાશે. 14 તારીખે વિશાખાપટ્ટનમમાં ટી20 મેચ રમાશે. જ્યારે સિરીઝની ચોથી મેચ 17 જૂને રાજકોટમાં અને અંતિમ મેચ 19 જૂને રમાશે. 


ભારતના પ્રવાસે આવનારી આફ્રિકાની ટીમની કમાન તેમ્બા બવુમાને સોંપવામાં આવી છે. તો નોર્ત્જેની સાત મહિના બાદ વાપસી થઈ છે. આ સિવાય ટીમમાં નવા ચહેરાના રૂપમાં ટ્રિસ્ટન સ્ટબ્સને તક આપવામાં આવી છે. આ સિવાય પાર્નેલની પાંચ વર્ષ બાદ ટી20 ટીમમાં વાપસી થઈ છે. 


આ પણ વાંચોઃ સચિન તેંડુલકરે આ ગુજ્જુ ક્રિકેટરના કર્યા ખુબ વખાણ, ભારતનો સર્વશ્રેષ્ઠ ડેથ ઓવર બોલર ગણાવ્યો


સાઉથ આફ્રિકાની ટીમ
તેમ્બા બવૂમા (કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક, રીઝા હેનડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, એનરિક નોર્ત્જે, વેન પાર્નેલ, ડ્વેન પ્રીટોરિયસ, કગિસો રબાડા, તરબેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાવી વાન ડેર ડુસેન, માર્કો યાન્સેન. 


ભારત-સાઉથ આફ્રિકા સિરીઝ કાર્યક્રમ
પ્રથમ ટી20, 9 જૂન, દિલ્હી
બીજી ટી20, 12 જૂન, કટક
ત્રીજી ટી20, 14 જૂન, વિશાખાપટ્ટનમ
ચોથી ટી20, 17 જૂન, રાજકોટ
પાંચમી ટી20, 19 જૂન, બેંગલુરૂ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV