23 વર્ષ બાદ વર્લ્ડ ક્રિકેટને મળ્યો નવો ચેમ્પિયન, ઈંગ્લેન્ડે જીત્યું ટાઇટલ
છેલ્લે 1996મા શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદથી 2015ના વિશ્વ કપ સુધી ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ ચેમ્પિયન બની હતી.
લંડનઃ વિશ્વ ક્રિકેટને 23 વર્ષ બાદ એક નવો ચેમ્પિયન મળી ગયો છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ જીતની સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. 1996મા શ્રીલંકા ચેમ્પિયન બન્યા બાદ વિશ્વ ક્રિકેટને પ્રથમવાર ઈંગ્લેન્ડના રૂપમાં નવું ચેમ્પિયન મળ્યું છે. આ પહેલા 1999, 2003 અને 2007નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તો 2011મા ભારત અને 2015મા ફરી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી.
આ રીતે 1999 અને 2015 સુધી ક્રિકેટને ઓસ્ટ્રેલિયા અને ભારતના રૂપમાં જ ચેમ્પિયન મળ્યું. પરંતુ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ ક્રિકેટની બાદશાહ બની છે.
નક્કી હતું વિશ્વ ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન
ઈંગ્લેન્ડ ભલે વિશ્વ ચેમ્પિયન બની ગયું છે, પરંતુ જ્યારે તે નક્કી થયું કે, ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ટકરાશે તો ક્રિકેટને નવો ચેમ્પિયન મળશે. કારણ કે આ પહેલા બંન્નેમાંથી એકપણ ટીમ ચેમ્પિયન બની શકી નહતી.
ઈંગ્લેન્ડે 27 વર્ષ બાદ વિશ્વ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઈંગ્લેન્ડની ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી હતી. 2019 પહેલા ઈંગ્લેન્ડ છેલ્લે 1992મા ફાઇનલમાં પહોંચ્યું હતું. આ પહેલા તે 1987 અને 1979મા ફાઇનલમાં પહોંચી હતી.