પુણેઃ ઓડિશા જગરનોટ્સે  અલ્ટીમેટ ખો-ખોની પ્રથમ સીઝનનો ખિતાબ જીતી લીધો છે. રવિવારે મહાલુંગેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ઓડિશાની ટીમે તેલુગુ વોરિયર્સને એક પોઇન્ટના માર્જિનથી હરાવીને આ ટાઇટલ જીત્યું છે. આ રોમાંચક મેચનો નિર્ણય છેલ્લી 10 સેકન્ડમાં થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાએ આ મેચ 46-45થી જીતી હતી. આ  મેચની રોમાંચક પળ એ હતી કે લાસ્ટ ટર્નમાં માત્ર ૧.૨૪ મિનીટ બાકી હતી અને સ્કોર 45-43ની સાથે વોરિયર્સની ફેવરમાં હતો. 


પ્રતિક વેકર, અવધૂત પાટીલ અને દીપક માધવ 1.10 મિનિટ નિકળવમાં સફળ રહ્યા પરંતુ સુરજ લાંડેએ સ્કાય ડાઈવ પર પાટિલને આઉટ કર્યા બાદ ઓડિશાએ મેચ એક પોઈન્ટથી જીતી લીધી હતી. લાંડેએ સૌથી વધુ 9 પોઈન્ટ બનાવ્યા હતા પણ છેલ્લા 3 પોઈન્ટ તેના જીવનના સૌથી મૂલ્યવાન પોઈન્ટ સાબિત થયા હતા.
 
બીજી બાજુ રોહન સિંઘડેએ યોદ્ધા માટે ઓલરાઉન્ડર રમત દેખાડીને ટીમ માટે 6 બોનસ પોઈન્ટ સિવાય 11 પોઈન્ટ મેળવ્યા હતા પણ તે ટીમને જીતાડી શક્યો નહિ. 


ઓડિશાએ ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિણર્ય લીધો હતો. આ ટર્નના અંત સુધીમાં બોનસ તરીકે 10 પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ બેચમાંથી નિલેશ જાધવ (2.91 મિનિટ) અને વિશાલ (4.23 મિનિટ)ને પ્રથમ ટીમ બોનસ મળ્યો અને પછી વિશાલે ટીમને વધુ 6 બોનસ આપીને સ્કોર 8-8 કર્યો હતો. ત્યારબાદ દિપેશ મોરે અને દિલીપ કાંધવીને અણનમ રહીને વધુ બે બોનસ અપાવ્યા હતા. આ ટર્નના અંતે સ્કોર 10-10નો રહ્યો હતો.


આ પણ વાંચોઃ IND vs PAK: નવાઝ-રિઝવાન ભારે પડ્યા, પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો
 
જવાબમાં ઓડિશાએ પાવરપ્લે સાથે શરૂઆત કરી હતી પણ પ્રથમ બેચમાં પ્રતિક વેકર (2.48 મિનિટ)ને બોનસ લેતા અટકાવી શક્યું નહીં.બીજી બેચમાંથી અરુણ ગુંકી, આદર્શ મોહિતે (4.12 મિનિટ) અને રોહન સિંઘડે (3.34 મિનિટ)એ બોનસ લીધું હતું.  રોહન અને આદર્શે ગુંકીની (2.51 મિનિટ) આઉટ બાદ વધુ ચાર બોનસ જીત્યા હતા ત્યાર બાદ  મોહિતે વધુ બે બોનસ પોઇન્ટ લીધા હતા  હાફ સમયે ઓડિશા 23-20થી આગળ હતું અને આ હાફમાં 20 બોનસ પોઈન્ટ લેવામાં આવ્યા હતા.
 
ત્રીજા ટર્નમાં યોધ્ધાએ અવિનાશ દેસાઈને આઉટ કરીને સ્કોર 23-23 કરી દીધો હતો. ત્યાર બાદ મિલિંદ ચાવરેકર લીડ લેવા માટે આગળ વધ્યા પરંતુ સૂરજ લાંડે (3.03 મિનિટ) એ બોનસ લઈને બરાબરી કરી અને પછી અન્ય બે બોનસ લઈને ઓડિશાનો સ્કોર 27-25થી આગળ કરી દીધો હતો.  સૂરજ આઉટ થતાં જ સ્કોર ફરીથી 27-27 થઈ ગયો.  યોદ્ધાઓએ મહેશા પી.ને આઉટ કરીને ફરીથી લીડ મેળવી હતી અને ટર્નના અંત સુધી લીડ 41-27 કરી દીધી હતી.


અંતિમ ટર્નમાં ઓડિશાએ ધ્રુવ અને અરુણ એસએને આઉટ કરીને સ્કોર 32-41 કરી દીધો ગયો. પરંતુ પ્રસાદ રાધે (2.52 મિનિટ) યોદ્ધાને બોનસ અપાવવામાં સફળ રહ્યા હતા. પ્રસાદના આઉટ થયા બાદ સ્કોર 43-35 થઈ ગયો હતો. હવે ઓડિશાએ પાવરપ્લે લીધો અને સ્કોર 40-43 કર્યો પરંતુ તેઓ સચિન ભાર્ગો (2.44 મિનિટ)ને બોનસ લેતા રોકી શક્યા નહીં.  સચિન આઉટ થતાની સાથે જ 1.24 મિનિટ બાકી હતી ત્યારે સ્કોર વોરિયર્સની તરફેણમાં 43-45 હતો.  યોદ્ધાસે પૂરી તાકાત લગાવી અને 1.14 મિનિટ લીધી અને સાથે જ  ઓડિશાએ 46-45ના માર્જિનથી મેચ પણ જીતી લીધી હતી.   


બોલિવૂડના લોકપ્રિય ગાયક મોહિત ચૌહાણે બ્લોકબસ્ટર ફિનાલેની શરૂઆત કરવા માટે પોતાની શૈલીમાં રાષ્ટ્રગીત ગાયું હતું. લાયન્સ ક્રૂ, જે 2021 વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગના જશ્નમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
 
ચેમ્પિયન ટીમને રૂપિયા 1 કરોડની રકમ અને  ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે બીજા સ્થાને રહેલી ટીમને રૂપિયા 50 લાખ અને ત્રીજા સ્થાન પર રહેલી ગુજરાત જાયન્ટ્સને  રૂપિયા 30 લાખનું ઇનામ મળ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube