સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની પ્રશંસા કરતા તેને બીજો એડમ ગિલક્રિસ્ટ ગણાવ્યો છે. પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર 159* રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન દિલ્હી ફ્રેન્ચાઈઝી માટે રિષભ પંતની સાથે કામ કરી ચુકેલા પોન્ટિંગે કહ્યું, તે વાસ્તવિક પ્રતિભાનો ધની છે અને બોલ પર સારી રીતે પ્રહાર કરે છે. તેને રમતની સારી સમજ છે. હું ભાગ્યશાળી છું કે દિલ્હી કેપિટલ્સમાં તેનો કોચ છું. 


પોન્ટિંગે ક્રિકેટ.કોમ.એયૂને કહ્યું, તેણે પોતાની વિકેટકીપિંગ પર થોડી મહેનત કરવાની જરૂર છે અને તે શાનદાર બેટ્સમેન પણ બનશે. અમે કોમેન્ટ્રી બોક્સમાં તેના વિશે વાત કરી રહ્યાં હતા અને તે બીજા એડમ ગિલક્રિસ્ટની જેમ છે. 


પોન્ટિંગે કહ્યું, પંત તેના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ધોનીની તુલનામાં ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારશે. તેણે કહ્યું, આપણે હંમેશા ધોની અને ભારતીય ક્રિકેટ પર તેના પ્રભાવ વિશે વાત કરીએ છીએ. યુવા પંત તેના કરતા વધુ ટેસ્ટ સદી ફટકારશે. 


નોંધનીય છે કે, યુવા બેટ્સમેન પંતે આ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ તેના નામે કરી લીધો છે. તે ઓસ્ટ્રેલિયાની જમીન પર સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકીપર છે. આ સાથે પંતે વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. તે ઉપમહાદ્વીપની બહાર સૌથી મોટી ઈનિંગ રમનાર એશિયન વિકેટકીપર પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના મુસ્તફીકુર રહીમના નામે હતો, તેણે 2017મા ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં 159 રનની ઈનિંગ રમી હતી. આ પંતની બીજી ટેસ્ટ સદી પણ છે. તેણે આ પહેલા ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી.