નવી દિલ્હીઃ આજે કેટલાક વર્ષો પહેલા જ્યારે ટેસ્ટ અને વનડે મેચ રમાતી હતી તો આપણે નાના ફોર્મેટના ક્રિકેટની કલ્પના કરતા હતા. જ્યારે ક્રિકેટ જગતમાં ટી20 ફોર્મેટની શરૂઆત થઈ તો રમતનો રોમાંચ ચરમ પર પહોંચી ગયો હતો. હવે આ રોમાંચમાં વધારો થવાનો છે કારણ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ટી20 કરતા પણ નાના ફોર્મેટની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈસીબીએ પોતાની 100 બોલની ટૂર્નામેન્ટ અને તેના માટે નિયમની જાહેરાત કરી દીધી છે. ઈસીબીએ આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હશે ટૂર્નામેન્ટના નિયમ
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી શરૂ થનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ હશે. ક્રિકેટના આ ફોર્મેટમાં 100 બોલ ફેંકવામાં આવશે. તેમાં એક બોલર એક ઈનિંગમાં વધુમાં વધુ 20 બોલ ફેંકી શકસે. સતત 10 બોલ સુધી કોઈ રન ન બને તો દસમાં બોલ બાદ બેટ્સમેન પોતાનો છેડો બદલી શકે છે. ક્રિકેટના આ ફોર્મેટમાં એક બોલર સતત પાંચ કે દસ બોલ ફેંકી શકશે. તમને જણાવી દઈએ કે ઈનિંગના પહેલા 25 બોલ પાવરપ્લેના રહેશે. બંન્ને ટીમોની ઈનિંગ દરમિયાન 2.5 મિનિટનો સ્ટ્રેટેજિક ટાઇમ આપવામાં આવશે. ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હૈરિસને કહ્યું કે, ક્રિકેટના ભવિષ્ય માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. 


તેમણે જણાવ્યું કે, 100 બોલની ટૂર્નામેન્ટને વિશ્વમાં ક્રિકેટ રમતા ઘણા દેશોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ ટૂર્નામેન્ટના આયોજન માટે કામ કરી રહ્યાં છીએ. ટોમે કહ્યું કે, વિશ્વાસ રાખો આ ફોર્મેટમાં નવા લોકો પણ જોડાશે. મહત્વનું છે કે ગત વર્ષે ઈસીબીએ જાહેરાત કરી હતી કે આ ટૂર્નામેન્ટનું આયોજન લોર્ડ્સ, ધ ઓવલ કાર્ડિફ, ઓલ્ટ ટ્રેફર્ડ, હૈંડિંગ્લે, ટ્રેન્ટ બ્રિજ, એઝબેસ્ટન તથા એઝિસ ઓવરમાં કરવામાં આવશે. હવે તમામની નજર ટીમોની પસંદગી, તેના નામ તથા કિટ્સ કલરોની પસંદગી પર હશે. તો આ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ કમિટીએ પ્લેઇંગ કંડીશનનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને ગત વર્ષે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પસાર કર્યો હતો.