નવી દિલ્હીઃ પાછલા અન્ડર-19 વિશ્વકપની (U-19 World cup 2018) ફાઇનલમાં સદી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન મનજોત કાલરાને (manjot kalra ) મોટો ઝટકો લાગ્યો છે. અન્ડર-16 અને અન્ડર-19ના દિવસોમાં ઉંમરમાં કથિત છેતરપિંડી કરવા માટે ડીડીસીએના નિવર્તમાન લોકપાલે તેને રણજી ટ્રોફીમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ પ્રકારના ગુનામાં દિલ્હી સીનિયર ટીમના વાઇસ કેપ્ટન નિતીશ રાણાને થોડા સમય માટે છોડી દેવામાં આવ્યો છે. હકીકતમાં, તે સાબિત કરવા માટે વધુ દસ્તાવેજોની માગ કરવામાં આવી છે કે, તેણે જૂનિયર સ્તર પર ઉંમરમાં છેતરપિંડી કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવમ માવી પણ સંકટમાં
એક અન્ય અન્ડર-19 ખેલાડી શિવમ માવીનો મામલો પણ બીસીસીઆઈને સોંપવામાં આવ્યો છે કે, તે સીનિયર ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. નિવર્તમાન લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) બદર દુરેજ અહમદે પોતાના કાર્યકાળના અંદિમ દિવસે આદેશ પસાર કર્યો હતો. તેમણે કાલરાને ઉંમર વર્ગ ક્રિકેમાં બે વર્ષ રમવા માટે પ્રતિબંધિત કરી દીધો છે, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ છે કે તેને આ સિઝનમાં રણજી ટ્રોફીમાં રમવાથી રોકી દેવામાં આવ્યો છે. 


શિખર ધવનની જગ્યા લેવાનો હતો કાલરા
બીસીસીઆઈ અનુસાર કાલરાની ઉંમર 20 વર્ષ 351 દિવસ છે. તે પાછલા સપ્તાહે દિલ્હી અન્ડર-23 તરફથી બંગાળ વિરુદ્ધ રમ્યો હતો, જેમાં તેણે 80 રન બનાવ્યા હતા. તે રણજી ટીમમાં શિખર ધવનની જગ્યા લેવાની લાઇનમાં હતો, પરંતુ હવે તે રમી શકશે નહીં. રાણાએ આ મામલામાં લોકપાલને ડીડીસીએને તેની સ્કૂલમાં પૂછપરછ કરવાનું કહ્યું છે. તેણે જન્મ પ્રમાણપત્ર સંબંધિત વિશેષ દસ્તાવેજોને ભેગા કરવા અને તેને આગામી સુનાવણીમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. 


આખા જાન્યુઆરી મહિનામાં Team Indiaનું શિડ્યુલ છે જબરદસ્ત બિઝી, જોઈ લો કેલેન્ડર


કાલરાના મામલામાં આ પણ મુશ્કેલી
સવાલ તે છે કે જ્યારે જૂના લોકપાલ નથી તો શું લોકપાલ પદ પર નિમણૂક કરાયેલા ન્યાયમૂર્તિ દીપક વર્મા ફરીથી તપાસ કરશે? કોઈને તે પણ સમજાતું નથી કે કાલરાને ઉંમરમાં છેતરપિંડી માટે સીનિયર સ્તરની ક્રિકેટ રમવાથી કેમ રોકવામાં આવ્યો છે. ડીડીસીએના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું, 'તેને ક્લબ મેચોમાં પણ રમવાથી રોકવામાં આવ્યો છે. હવે તેના માતા-પિતા નવા લોકપાલની સામે આદેશમાં ફેરફાર કરવા અપીલ કરશે. ત્યાં સુધી ડીડીસીએ તેને રણજી ટીમ માટે પસંદ ન કરી શકે. અમે કંઇ કરી શકીએ નહીં.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર