આગામી IPL પાકિસ્તાનમાં રમાશે, આ શું કહી ગયો ઉમર અકમલ
પીએસએલમાં ક્વેટા ગ્લૈડિએટર તરફથી રમતા 28 વર્ષના ઉમર અકમલથી મોટી ભૂલ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો જાદૂ પ્રશંસકો જ નહીં ચડતો પરંતુ ખેલાડીઓ પર પણ તેનો ક્રિઝ બોલે છે. પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ પણ તેનાથી અલગ નથી. તેની જીભ પર પણ આઈપીએલ હાવી છે. મહત્વની વાત છે કે અકમલ સાથે જોડાયેલી એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મહત્વનું છે કે, ક્વેટા ગ્લૈડિએટર તરફથી રમતા 28 વર્ષના ઉમર અકમલથી એક ભૂલ થઈ ગઈ છે. વીડિયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર PSLને પ્રમોટ કરવા દરમિયાન તે PLSની જગ્યાએ આઈપીએલ બોલતો દેખાયો, પરંતુ તેને પોતાની ભૂલ સમજાઈ અને તેને સુધારી લીધી હતી. પરંતુ આ ભૂલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ વીડિયોમાં અકમલ કહેતા સંભળાયો, દેખીતી વાત છે કે ક્વેટાની ટીમ કરાચી પહોંચી ગઈ છે અને અમે અમારા હોમ ગ્રાઉન્ડમાં રમી રહ્યાં છીએ. દર્શકો જેટલું સમર્થન આપશે દરેક ટીમ એટલું સારૂ પ્રદર્શન કરશે. અને દરેક ટીમને ક્રાઉડ આટલો સ્પોર્ટ કરતું રહેશે તો ઇંશા અલ્લાહ... તે સમય દૂર નથી કે આગામી IPL.... સોરી PLS અહીં થશે.
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 26 મેચ રમાયા બાદ પાકિસ્તાન સુપર લીગના મેચ પાકિસ્તાનમાં યોજાશે. પાકિસ્તાનમાં રમાનારા આઠ મેચોમાંથી ત્રણ મેચ લાહોરમાં રમાવાના હતા પરંતુ હવે તે કરાચીમાં રમાશે.