નવી દિલ્હીઃ વિવાદાસ્પદ પાકિસ્તાની ઓપનર અહમદ શહજાદ એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તેની રમતને કારણે નહીં પરંતુ ડોપ ટેસ્ટમાં ફેલ થવાને કારણે. આ કારણે તેના પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગી શકે છે. અહમદ શહજાદ ઘણીવાર અનુસાસનહીનતાને કારણે ચર્ચામાં રહ્યો છે, પરંતુ આ વખતે વિવાદમાં સપડાઇ ગયો છે. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાન કપ દરમિયાન શહજાદનો ડોપ ટેસ્ટ થયો હતો. આ સ્થાનિક ટૂર્નામેન્ટ 19 એપ્રિલથી એક મે વચ્ચે યોજાઈ હતી. શહજાદે આમાં સૌથી વધુ 372 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ અર્ધસદી અને એક સદીનો સમાવેશ થાય છે. તે ખૈયબર પખ્તૂનખ્વા તરફથી રમતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર અહમદ શહજાદ પર ગાંજો પીવાનો આરોપ છે. બોર્ડના એક વિશ્વસનીય સૂત્રએ કર્યો, શરૂઆતી પરિક્ષણમાં તેને પોઝિટવ સાબિત થયો પરંતુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે, શહજાદ એપ્રિલ-મેમાં ઈસ્લામાબાદમાં યોજાયેલા પાકિસ્તાની કપ દરમિયાન ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. 


ડોપ ટેસ્ટમાં ફેલ થનાના સમાચાર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના સોશિયલ મીડિયા પર ટ્વીટ થયા. ત્યારબાદ બોર્ડના ચેરમેન નજ્મ શેઠીએ રીટ્વીટ કર્યા. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, કોઇપણ ખેલાડીની બોડીમાં જો પ્રતિબંધિત પદાર્થ મળે તો અન્ડર આઈસીસી નિયમ પાકિસ્તાન ત્યાં સુધી ખેલાડીને ચાર્જશીટ ન કરી શકે જ્યાં સુધી સરકારી એન્ટી ડોપ એજન્સી તેના શરીરમાં મળેલા કેમિકલની પુષ્ટિ ન કરી દે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, આનો જવાબ એક-બે દિવસમાં મળી જશે. 


શહજાદે એપ્રિલ 2017માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ રમી હતી. ઓક્ટોબર 2017માં શ્રીલંકા વિરુદ્ધ તે અંતિમ વનડે રમ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં સ્કોટલેન્ડ વિરુદ્ધ બે ટી-20માં તે રમ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, શહજાદે 13 ટેસ્ટ, 81 વનડે અને 57 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રચિત તપાસ સમિતિ સામે રજૂ થશે.